Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"જો બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ચાલુ રહેશે તો..." સાધ્વી રાધા કિશોરીનો કડક સંદેશ

રેલીનું મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિંદુ (Hindu) ઓ પર થતા અત્યાચારને અટકાવવાની માંગ અને ભારતના હિંદુઓને સજાગ કરવાનો હતો. આ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતી સાધ્વી રાધા કિશોરીએ ઉગ્ર ભાષણ આપ્યું, જેમાં તેમણે હિંદુ એકતા માટે આહવાન કર્યું અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે કડક વલણ અપનાવવાની વાત કરી.
 જો બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ચાલુ રહેશે તો     સાધ્વી રાધા કિશોરીનો કડક સંદેશ
Advertisement
  • હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં મધ્યપ્રદેશમાં હિંદુ આક્રોશ રેલી
  • મધ્યપ્રદેશના ગુના શહેરમાં હિંદુ આક્રોશ રેલીનું આયોજન કરાયું
  • રેલીમાં હજારો લોકો બેનરો અને પોસ્ટરો સાથે આવ્યા
  • રેલીનું મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારને અટકાવવાની માંગ
  • સાધ્વી રાધા કિશોરીએ ઉગ્ર ભાષણ આપ્યું
  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે કડક વલણ અપનાવવાની વાત કરી

Sadhvi Radha Kishori Controversial Statement : બાંગ્લાદેશમાં હિંદુ (Hindu) ઓ પર અત્યાચારના મુદ્દે મધ્યપ્રદેશના ગુના શહેરમાં હિંદુ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં હજારો લોકો બેનરો અને પોસ્ટરો સાથે રાષ્ટ્રવાદી ભાવનાને વ્યક્ત કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા. રેલીનું મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિંદુ (Hindu) ઓ પર થતા અત્યાચારને અટકાવવાની માંગ અને ભારતના હિંદુઓને સજાગ કરવાનો હતો. આ દરમિયાન વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતી સાધ્વી રાધા કિશોરીએ ઉગ્ર ભાષણ આપ્યું, જેમાં તેમણે હિંદુ એકતા માટે આહવાન કર્યું અને બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર સામે કડક વલણ અપનાવવાની વાત કરી.

સાધ્વી રાધા કિશોરીનું વિવાદાસ્પદ નિવેદન

સાધ્વી રાધા કિશોરીએ બાંગ્લાદેશ સરકારને હિંદુઓ પર થતા અત્યાચાર માટે ચેતવણી આપતા કહ્યું કે, “તમે બાંગ્લાદેશમાં હિંદુ (Hindu) ઓ પર અત્યાચાર કરો છો, પરંતુ તમને યાદ રહેવું જોઈએ કે તમારા કેટલાક ભાઈઓ અહીં ભારતમાં છે. જો આ અત્યાચાર ચાલુ રહેશે, તો અહીંના તમારા ભાઈજાન પણ સુરક્ષિત નહીં રહે.” તેમણે હિંદુઓને સંદેશ આપ્યો કે હવે સહન કરવાનું છોડો. તેમણે ત્યાંની સરકારને કાન ખોલીને સાંભળવાનું કહ્યું કે, "અમારા હિંદુઓ હવે રસ્તા પર આવી ગયા છે. અમે હવે વધુ સહન નહીં કરીએ. હિંદુનો સ્વભાવ ભલે શાંત હોય, પરંતુ હવે જો કોઈ અન્યાય કરશે તો તેની સામે હિંમતપૂર્વક ઊભા રહીશું." સાધ્વી કિશોરીએ હિંદુ સમાજને એકતાનું મંત્ર આપતાં કહ્યું કે, ભારતને બાંગ્લાદેશ જેવી સ્થિતિમાં જવાથી બચાવવા માટે હિંદુઓએ એક થવું જરૂરી છે.

Advertisement

હિંદુ રાષ્ટ્ર બનાવવાનું આહવાન

સાધ્વીએ બાગેશ્વર બાબાના હિંદુ એકતા માટેના યાત્રાનું પણ સમર્થન કર્યું અને ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન દર્શાવ્યું. તેમણે દેશભરમાં હિંદુઓ પર થતા અત્યાચાર પર નિંદા કરી હતી અને ઉદાહરણ તરીકે પાલઘરના સંતોની હત્યા, અમરનાથ યાત્રાને રોકવા જેવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. સાધ્વીએ કહ્યું કે, હિંદુઓએ માત્ર શાંત રહેવાને બદલે હિંમતપૂર્વક સાથી હિંદુઓનો સાથ આપવો જોઈએ અને દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે એકજૂટ થવું જોઈએ.

Advertisement

આ પણ વાંચો:  Tripura ની હોટલ અને રેસ્ટોરન્ટમાં બાંગ્લાદેશીઓને એન્ટ્રી નહીં, કેમ લેવાયો નિર્ણય?

Tags :
Advertisement

.

×