ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Attack On Saif ali Khan: સૈફની કરોડરજ્જુમાંથી તુટી ગયેલો ચાકુનો ટુકડો કઢાયો, ICU માં દાખલ

Attack on Saif Ali Khan : અભિનેતા સૈફ અલી ખાન પર ચોરોએ ઘરમાં ઘુસીને એટેક કર્યો છે. એક અજાણ્યા વ્યક્તિએ અભિનેતાના મુંબઇ ખાતેના ઘરમાં ઘુસીને રાત્રે 2 વાગ્યે તેજધાર હથયારથી હુમલો કર્યો.
01:48 PM Jan 16, 2025 IST | KRUTARTH JOSHI
Attack on Saif Ali Khan : અભિનેતા સૈફ અલી ખાન પર ચોરોએ ઘરમાં ઘુસીને એટેક કર્યો છે. એક અજાણ્યા વ્યક્તિએ અભિનેતાના મુંબઇ ખાતેના ઘરમાં ઘુસીને રાત્રે 2 વાગ્યે તેજધાર હથયારથી હુમલો કર્યો.
Attack on Saif Ali Khan

Attack on Saif Ali Khan : અભિનેતા સૈફ અલી ખાન પર ચોરોએ ઘરમાં ઘુસીને એટેક કર્યો છે. એક અજાણ્યા વ્યક્તિએ અભિનેતાના મુંબઇ ખાતેના ઘરમાં ઘુસીને રાત્રે 2 વાગ્યે તેજધાર હથયારથી હુમલો કર્યો. સૈફ અલી ખાનના શરીર પર 6 ઘા કર્યા હતા. અભિનેતા હાલ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. મુંબઇ પોલીસ સમગ્ર મામલે પોલીસ કરી રહી છે. હુમલાખોરને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

સૈફ પર હુમલો એટલો ઘાતક હતો કે ચાકુ તુટી ગયું

આ અંગે સુત્રોએ દાવો કર્યો કે, સૈફ અલી ખાન પર થયેલો હુમલો એટલો ઘાતક હતો કે તેની કરોડરજ્જુમાં જ ચાકુ તુટી ગયું હતું. જે ડોક્ટર્સની ટીમ દ્વારા હાલ ઓપરેશન દ્વારા ચાકુનો તુટી ગયેલો ટુકડો તેના શરીરમાંથી બહાર કઢાયો છે. હાલ તો તેને ICU માં ઓપરેશન બાદ શિફ્ટ કરવામાં આવ્યો છે. 24 કલાક તેને સતત ઓબ્જર્વેશનમાં રાખવામાં આવ્યા બાદ નોર્મલ રૂમમાં શિફ્ટ કરવામાં આવશે. જો કે હાલ તો તે ખતરાની બહાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો : સૈફ અલી ખાન પર હુમલા અંગે કરીના કપુરે કર્યો મોટો ખુલાસો, આ હુમલો નહીં પણ...

દયા નાયકની આગેવાનીમાં ક્રાઇમબ્રાંચની 8 ટીમ બનાવાઇ

મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ સૈફ અલી ખાનના ઘરે કામ કરનારા નોકરની પુછપરછ કરી રહી છે. તમામ લોકોની પુછપરછ ચાલી રહી છે. જ્યારે આરોપીના ઘરની અંદર દાખલ થયો ત્યારે મેડે જોયું અને બુમાબુમ શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ સૈફ અલી ખાનને જે ઘરે હતા તેઓ ત્યાં પહોંચ્યા હતા. ત્યાર બાદ ચોર અને સૈફ વચ્ચે ઘર્ષણ થયું હતું.જ્યારે મેડ પણ ઇજાગ્રસ્ત થઇ હતી.

સૈફનો પરિવાર હાલ હોસ્પિટલ હાજર છે

સૈફ અલી ખાનની પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાન પોતાના ભાઇ ઇબ્રાહિમ સાથે મુંબઇની લિલાવતી હોસ્પિટલ પહોંચી છે. મુંબઇ ક્રાઇમબ્રાંચ ડીસીપી દીક્ષિત ગોડામે જણાવ્યું કે, રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ માહિતી સામે આવી કે, અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે. હાલ તે હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. તેની સાથે કોઇ વાતચીત થઇ શકી નથી. તપાસ ચાલી રહી છે. આ હુમલામાં એક મહિલા સ્ટાફ પણ ઘાયલ થઇ છે. હાલ તો સમગ્ર મામલે ક્રાઇમબ્રાંચ તપાસ ચલાવી રહી છે. કૂલ 8 ટીમ તપાસ કરી રહી છે. જે તમામ ટીમોનું નેતૃત્વ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot: શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસે 4 શખસો વિરૂદ્ધ ગુનો નોંધ્યો

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSKAREENA KAPOORSaif Ali KhanSaif Ali Khan AttackSaif Ali Khan attackedSaif Ali Khan InjuredSaif Ali Khan News
Next Article