Atul Subhash આત્મહત્યા કેસમાં માતા, પત્ની અને ભાઈની ધરપકડ
- અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં મોટો વળાંક
- નિકિતા અને પરિવારની અટકાયત
- બેંગલુરુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
અતુલ સુભાષ (Atul Subhash) આત્મહત્યા કેસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અતુલ સુભાષ (Atul Subhash)ની પત્ની નિકિતા સિંઘાનિયા, તેની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયાની બેંગલુરુ પોલીસે ધરપકડ કરી છે. નિકિતાની ગુરુગ્રામથી અને માતા અને ભાઈની અલ્હાબાદથી ધરપકડ કરવામાં આવી છે.
બેંગલુરુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા...
આ પછી, બંનેને બેંગલુરુ લાવવામાં આવ્યા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, કોર્ટે બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. 13 ડિસેમ્બરે બેંગલુરુ પોલીસે અતુલ સુભાષ (Atul Subhash)ની પત્ની નિકિતા સિંઘાનિયાના જૌનપુરના ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી.
આ પણ વાંચો : Manipur ફરી સળગ્યું, બિહારના બે મજૂરોની ગોળી મારીને હત્યા
પુત્રને મળવા માટે 30 લાખ માંગ્યા હતા...
બેંગલુરુ પોલીસે આરોપીઓને શોધવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યા બાદ આ ધરપકડો કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ પર અતુલ સામેનો કેસ પાછો ખેંચવા માટે 3 કરોડ રૂપિયા અને પુત્રને મળવાના હક માટે 30 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે.
અતુલ સુભાષે 24 પાનાની સુસાઈડ નોટ લખી હતી...
બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષે (Atul Subhash) સોમવારે તેના બેંગલુરુ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. તેણે 24 પાનાની સુસાઈડ નોટ છોડી હતી. 34 વર્ષીય AI એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા રમ્બલ પર 90 મિનિટનો વીડિયો પણ છોડી દીધો હતો.
આ પણ વાંચો : Delhi-NCR માં ઠંડીના ઝપેટમાં, જાણો ક્યાં છે કોલ્ડવેવનું એલર્ટ...
સાસરિયાઓ અને જજ પર ગંભીર આરોપો...
પોતાની સુસાઈડ નોટમાં અતુલે તેની પત્ની અને તેના સંબંધીઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે. મૃતક અતુલ સુભાષે (Atul Subhash) એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક ન્યાયાધીશે કેસ પતાવવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
આપઘાત બાદ સાસરીયાઓ ફરાર થઇ ગયા...
અતુલ સુભાષ (Atul Subhash)ના આપઘાત બાદ તેના સાસરીયાઓ ફરાર થઈ ગયા હતા. જૌનપુરમાં પોતાનું ઘર છોડી દીધું હતું. પોલીસ તેની ધરપકડ કરવામાં વ્યસ્ત હતી. હવે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : સંસદમાં PM મોદીનું ધારદાર સંબોધન, કોંગ્રેસને યાદ અપાવી તેમની ભૂતકાળની ભૂલો