મામી અને ભાણીયાની લવ સ્ટોરી રોમેન્ટિકને બદલે બની ગઈ થ્રીલર ક્રાઈમ સ્ટોરી
- મામી સાથે પ્રેમનો આવ્યો કરૂણ અંજામ
- ભાણીયાએ મામાની કરી કરપીણ હત્યા
- ખતરનાક ષડયંત્ર બનાવીને મામાનો કાંટા કાઢ્યો
Uttar Pradesh: કૌશામ્બીમાં એક લવ સ્ટોરી રોમેન્ટિક થવાને બદલે બની ગઈ થ્રીલર ક્રાઈમ સ્ટોરી. મામી સાથે તેના ભાણીયાને પ્રેમ થઈ ગયો હતો. પોતાના પ્રેમને પામવા માટે ભાણીયાએ મામાને મોતને ઘાટ ઉતાર્યા. જો કે પાપ છાપરે ચઢીને પોકારે તે કહેવત અનુસાર સમગ્ર ષડયંત્ર છતું થઈ ગયું અને પોલીસે પ્રેમી સહિત 2 ષડયંત્રકારીઓની ધરપકડ કરી લીધી છે.
28 વર્ષીય મહેન્દ્ર પ્રજાપતિની કરપીણ હત્યા
આ ઘટના સંદીપન ઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના સિકંદરપુર બાજા ગામનો છે. એક ઝાડ નીચેથી લોહીથી લથપથ લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લાશ મળી હોવાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. મૃતકની ઓળખ 28 વર્ષીય મહેન્દ્ર પ્રજાપતિ ઉર્ફે છોટુ તરીકે થઈ હતી. પોલીસે મૃતકની ઓળખ લાશ પાસે મળેલા પિકઅપ વાહનના નંબરના આધારે કરી હતી. આ પછી સર્વેલન્સની મદદથી પોલીસે મોબાઈલ લોકેશન અને કોલ ડિટેલ્સની તપાસ કરી, જેના કારણે ત્રણ શંકાસ્પદોની ઓળખ થઈ. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, પરિવારના સભ્યોની પૂછપરછ કર્યા પછી, શંકાની સોય આકાશ, રોહિત અને છોટુ ઉર્ફે વિજય ભારતીય નામના યુવાનો તરફ વળી. પોલીસે ત્રણેયને મનુરી કલ્વર્ટ પાસે ઝડપી લીધા હતા.
આ પણ વાંચોઃ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વનો વળાંક... PM મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને યાદ કર્યા
પ્રેમ પ્રકરણ ઝડપાયું
આરોપી આકાશે પૂછપરછ દરમિયાન જે ખુલાસો કર્યો તે ચોંકાવનારો હતો. તેણે જણાવ્યું કે મૃતક છોટુ ઉર્ફે મહેન્દ્ર તેના મામા હતા. આકાશે કહ્યું કે તે તેની મામીના પ્રેમમાં હતો. તે પહેલાથી જ બે વાર તેની સાથે ઘરેથી ભાગી ગયો હતો, જેના કારણે પરિવારમાં ઘણો તણાવ હતો. સંબંધીઓએ પંચાયત દ્વારા આ મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કર્યો, જેમાં મામાએ આકાશને ખૂબ ઠપકો આપ્યો અને અપમાનિત કર્યો હતો. જેથી આકાશના મનમાં બદલાની ભાવના ઘર કરી ગઈ હતી.
ખતરનાક ષડયંત્ર
ગુરુવારે રાત્રે આકાશે તેના પિતરાઈ ભાઈ રોહિત અને મિત્ર છોટુ ઉર્ફે વિજય સાથે મળીને તેના મામાની હત્યા કરવાની યોજના બનાવી. ત્રણેય જણાએ મહેન્દ્રને એક નિર્જન જગ્યાએ બોલાવ્યો અને માથામાં માર મારીને તેની ક્રૂરતાથી હત્યા કરી દીધી. આ પછી, મૃતદેહને રસ્તાની બાજુમાં ફેંકી દેવામાં આવ્યો, જેથી આ મામલો અકસ્માત જેવો દેખાય. ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી મૃતકનો મોબાઈલ ફોન, લોહીથી ખરડાયેલા કપડાં અને ગુનામાં વપરાયેલી બાઈક જપ્ત કરવામાં આવી છે. પોલીસ અધિક્ષકના નેતૃત્વ હેઠળ આ કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જાણો તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કઈ માંગણીઓ કરી ?