Axiom 4 Mission : શુભાંશુ શુક્લાનું અવકાશયાન ISS માં ઉતર્યું,જુઓ VIDEO
- શુભાંશુ શુક્લાનું અવકાશયાન ISS માં ઉતર્યું
- યાનના ઓર્બિટલ મેન્યુવર્સ કરવામાં આવ્યા
- શુભાંશુ અને કમાન્ડર પેગી વ્હિટસન દેખરેખ રાખશે
Axiom 4 Mission : ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા(Shubhanshu Shukla) AXIOM-4 (Ax-4) મિશન હેઠળ સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પહોંચ્યું છે. આ ડ્રેગન કેપ્સૂલ નિશ્ચિત સમયની તુલનાએ 20 મિનિટ વહેલાં જ ડૉક પહોંચ્યું છે. ડૉકિંગ પ્રક્રિયા શરૂ થઈ છે. 1-2 કલાક તપાસ થશે. જેમાં હવાનું પ્રેશર અને સ્થિરતાની ખાતરી કરવામાં આવશે. ત્યારબાદ ક્રૂ ISS માં પ્રવેશ કરશે.
418 કિમી ઊંચાઈ પર પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છે
આ અંતરિક્ષ યાન 28,000 કિમી પ્રતિ કલાકની સ્પીડે 418 કિમી ઊંચાઈ પર પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છે. લોન્ચિંગ બાદ લગભગ 26 કલાકની યાત્રા પૂરી થઈ ચૂકી છે. હવે તે અંતિમ ચરણમાં છે. યાનના ઓર્બિટલ મેન્યુવર્સ કરવામાં આવ્યા છે. જેથી ISSની કક્ષા સાથે સંરેખિત થઈ શકે.
ડ્રેગન કેપ્સૂલની ડૉકિંગ પ્રક્રિયા
ડ્રેગન કેપ્સૂલની ISS સાથે ડૉકિંગ પ્રક્રિયા ઓટોનોમસ છે. જેના પર શુભાંશુ અને કમાન્ડર પેગી વ્હિટસન દેખરેખ રાખશે. આ પ્રક્રિયા સચોટતા અને સુરક્ષાથી સજ્જ છે. જેના ચાર તબક્કા છે.
1. Rendezvous: ડ્રેગન કેપ્સૂલ લોન્ચ થયા બાદ 90 સેકન્ડમાં એન્જિન ફાયરિંગ સાથે પોતાની ગતિ અને દિશા સમાયોજિત કરે છે. સ્પેસએક્સ અને નાસાના ગ્રાઉન્ડ કંટ્રોલર યાનની સિસ્ટમની ચકાસણી કરે છે.
2. Close Approach: 200 મીટરના અંતરે ડ્રેગન ISS સાથે સીધો સંચાર શરૂ કરે છે. આ તબક્કો છ કલાક સુધી સુરક્ષિત પથ પર રહી શકે છે. જેથી કોઈ જોખમ ન સર્જાય.
3. Final Approach: 20 મીટરના અંતરે ડ્રેગન લેઝર સેન્સર, કેમેરા, અને જીપીએસનો ઉપયોગ કરી ISSના હાર્મની મોડ્યુલના ડૉકિંગ પોર્ટથી સટીક અલાઈનમેન્ટ કરે છે. થોડા સેન્ટિમીટર પ્રતિ સેકન્ડની ગતિએ આગળ વધે છે. તેની ગતિ અત્યંત ધીમી અને નિયંત્રિત હોય છે. તે દરમિયાન યાનની ગતિ, કક્ષા અને સિસ્ટમ પર દેખરેખ રાખવામાં આવશે.
4. Soft and Hard Capture: સોફ્ટ કેપ્ચર મેગ્નેટિક ગ્રિપર યાનને ડૉકિંગ પોર્ટ તરફ ખેંચે છે. જ્યારે મિકેનિકલ લેચ અને હુ યાનને સુરક્ષિત રાખે છે. 1-2 કલાક સુધી હવાના પ્રેશર અને ગતિ સુનિશ્ચિત કરવામાં આવશે. ત્યારબાદ ક્રૂ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પ્રવેશ કરશે.
શુંભાશુ શુક્લાના માતા ભાવુક બન્યા
41 વર્ષ બાદ ભારતીય અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં જનારા શુભાંશુ શુક્લાનું યાન ISSમાં પ્રવેશ કરતાં જ તેમના માતા આશા શુક્લા ભાવુક બન્યા હતાં.