Axiom Mission : શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન ખરાબ હવામાનને કારણે સ્થગિત!
- Axiom-4 મિશનના લોન્ચિંગને વધુ એક સ્થગિત કરાયું
- ખરાબ હવામાનને કારણે સ્થગિત
- ISROએ સત્તાવાર પોસ્ટ કરી આપી માહિતી
- Axiom-4 મિશનની લોન્ચિંગ 11 જૂને કરવામાં આવશે
Axiom Mission : આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે Axiom-4 મિશનના લોન્ચિંગને વધુ એક વખત ટાળવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે મિશનના લોન્ચિંગના દિવસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ISROએ પોતાના સત્તાવાર એક્સ હેન્ડલથી પોસ્ટ કરીને આ વાતની જાણકારી આપી છે. ઈસરોના પ્રમુખ ડો.વી.નારાયણના હવાલાથી એક્સ પોસ્ટમાં લખ્યું કે હવામાનની સ્થિતિના કારણ, ભારતીય એસ્ટ્રોનોટને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(International Space Station) પર મોકલવા માટે Axiom-4 મિશનની લોન્ચિંગ 10 જૂનની જગ્યાએ 11 જૂને કરવામાં આવશે.
X હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી
ખરાબ હવામાનને કારણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર એક્સિઓમ-૪ મિશનનું લોન્ચિંગ એક દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ તેના સત્તાવાર X હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી. ISRO એ તેના વડા ડૉ. વી. નારાયણનને ટાંકીને પોસ્ટમાં લખ્યું છે કે, 'હવામાનની સ્થિતિને કારણે, ભારતીય ગગનયાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવા માટેના Axiom-4 મિશનનું પ્રક્ષેપણ 10 જૂનને બદલે 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. આગામી પ્રક્ષેપણ સમય 11 જૂને સાંજે 5:30 વાગ્યે છે.'
Launch of Axiom-4 mission to International Space Station:
Due to weather conditions, the launch of Axiom-4 mission for sending Indian Gaganyatri to International Space Station is postponed from 10th June 2025 to 11th June 2025.
The targeted time of launch is 5:30 PM IST on 11th…
— ISRO (@isro) June 9, 2025
આ પણ વાંચો -Tahawwur Rana પરિવાર સાથે કરી શકશે વાત, કોર્ટે રાખી આ શરત
ભારત માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન
તમને જણાવી દઈએ કે Axiom-4 મિશનને આગામી 11 જૂને સાંજે 5.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ઈન્ડિયન એરફોર્સના પાયલટ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને 3 અન્ય ક્રુ મેમ્બરની સાથે સ્પેશ મિશન, Axiom-4નો ભાગ બનવા માટે તૈયાર છે. જે ભારત માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન હશે. Axiom-4 મિશનનું ક્રુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુસાફરી કરશે. જ્યાં તે લેબોરેટરીની પરિક્રમા કરશે અને સાયન્સ, આઉટરીચ અને કોમર્શિયલ પ્રયત્નો પર કેન્દ્રિત મિશનને અંજામ આપશે. Axiom-4 મિશનને 10 જૂને સવારે 8.22 વાગ્યે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના કેનેડી સ્પેસ સેન્ટરના એલસી-39A લોન્ચ પેડથી સ્પેસએક્સ ડ્રેગન સ્પેસક્રાફ્ટના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે લોન્ચ કરવાનું હતું પણ હવે તે 11 જૂને ભારતીય સમયમુજબ સાંજે 5.30 વાગ્યે થશે.
આ પણ વાંચો -Indore Sonam Case : આ છે "રાજ" જેની માટે બેવફા સોનમે પતિ "રાજા"નું કાસળ કાઢ્યું !
આ મિશન 14 દિવસનું હશે
Axiom-4 મિશનનું લક્ષ્ય 4 સભ્ય ક્રુની સાથે 60 પ્રયોગોને અંજામ આપશે. તેમાં 7 પ્રયોગો ઈસરોના છે, જ્યારે 5 અન્ય પ્રયોગ સામેલ છે. જેમાં શુભાંશુ શુક્લા નાસાના હ્યુમન રિસર્ચ પ્રોગ્રામના ભાગ તરીકે સામેલ થશે. આ સિવાય શુભાંશુ આ પ્રોગ્રામ માટે નાસા દ્વારા આયોજિત 5 કોલેબોરેટિવ સ્ટડીમાં પણ સામેલ થશે. આ મિશન 14 દિવસનું હશે. Axiom-4ના ક્રુમાં ભારત, પોલેન્ડ અને હંગેરીના એસ્ટ્રોનોટ સામેલ છે. જે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન માટે પ્રત્યેક દેશનું પ્રથમ મિશન છે. ક્રુમાં પેગી વ્હિટસન, શુભાંશુ શુક્લા, સ્લાવોજ ઉજ્નાન્સ્કી વિસ્નિએવ્સ્કી અને ટિબોર કાપૂ સામેલ છે.