Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Prashant Kumar Singh: GST ડેપ્યુટી કમિશનરે રાજીનામું પાછું ખેંચ્યું, CM યોગીના સમર્થનમાં છોડી હતી નોકરી

એક ઉચ્ચ સરકારી અધિકારી જ્યારે પોતાના જ ભાઈ પર માફિયા ગેંગ સાથે સંબંધો અને માતા-પિતા પર હુમલાના આરોપ લગાવે ત્યારે મામલો ગંભીર બની જાય છે. અયોધ્યાના GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત સિંહે રાજીનામું પાછું ખેંચીને ઓફિસમાં કામ તો શરૂ કર્યું છે, પરંતુ નકલી પ્રમાણપત્રના વિવાદ અને કૌટુંબિક દુશ્મનીએ અનેક વણઉકેલ્યા સવાલો છોડ્યા છે.
prashant kumar singh  gst ડેપ્યુટી કમિશનરે રાજીનામું પાછું ખેંચ્યું  cm યોગીના સમર્થનમાં છોડી હતી નોકરી
Advertisement
  • GST ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે રાજીનામું પરત ખેંચ્યું (Prashant Kumar Singh GST)
  • અધિકારીએ ભાઈ વિશ્વજીત સિંહના મુખ્તાર ગેંગ સાથે સંબંધનો કર્યો દાવો
  • ભાઈએ જ માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો FIR માં ઉલ્લેખ
  • નકલી દિવ્યાંગ પ્રમાણપત્રના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કાર્યરત GST ડેપ્યુટી કમિશનર (Deputy Commissioner of GST) પ્રશાંત કુમાર સિંહે (Prashant Kumar Singh) પોતાનું રાજીનામું  પાછું ખેંચી લીધું છે. . શનિવારે તેમણે સત્તાવાર રીતે જાહેર કર્યું કે તેઓ કોઈ પણ પ્રકારના દબાણ વગર સ્વેચ્છાએ પોતાની ઓફિસમાં પરત ફર્યા છે. જોકે, આ સમગ્ર મામલામાં તેમણે તેમના જ સગા ભાઈ સામે કરેલા સનસનાટીભર્યા ખુલાસાઓએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં હડકંપ મચાવી દીધો છે.

Prashant Kumar Singh GST:  ભાઈના 'માફિયા' કનેક્શન અને હુમલાનો દાવો

ડેપ્યુટી કમિશનર પ્રશાંત સિંહે આરોપ લગાવ્યો છે કે તેમનો ભાઈ વિશ્વજીત સિંહ (Vishwajit Singh) કુખ્યાત માફિયા મુખ્તાર અંસારી (Mukhtar Ansari) ની ગેંગનો સક્રિય સભ્ય છે. તેમણે દાવો કર્યો કે વિશ્વજીત આ ગેંગના નાણાકીય સલાહકાર (Financial Advisor) તરીકે પણ કાર્યરત હતો. એટલું જ નહીં, પ્રશાંત સિંહે આરોપ લગાવ્યો કે તેમના ભાઈએ તેમના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો, જે સંદર્ભે FIR પણ દાખલ કરવામાં આવી છે.

Advertisement

Advertisement

દિવ્યાંગ પ્રમાણપત્રનો વિવાદ

પ્રશાંત કુમાર સિંહ પર લાગેલા 'નકલી અપંગતા પ્રમાણપત્ર'ના આરોપો અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે વર્ષ 2021 માં તેમના ભાઈએ જ માઉ સીએમઓ (Mau CMO) ને ફરિયાદ કરી હતી કે તેમનું સર્ટિફિકેટ બનાવટી છે. પ્રશાંત સિંહનો તર્ક છે કે જે ઓફિસમાંથી સર્ટિફિકેટ ઇસ્યુ થયું હોય, તે જ ઓફિસના અધિકારીઓ તપાસ કર્યા વગર તેને નકલી કેવી રીતે કહી શકે?

તંત્ર દ્વારા સર્ટિફિકેટને મળી ક્લીનચીટ

પ્રશાંત સિંહે વધુમાં ઉમેર્યું કે તેઓ અયોધ્યાના મુખ્ય તબીબી અધિકારી સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ માઉ સીએમઓ પાસેથી લેખિતમાં જવાબ માંગવામાં આવ્યો હતો, જેમાં સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે કે તેમનું અપંગતા પ્રમાણપત્ર સંપૂર્ણપણે સાચું (Authentic) છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે એકવાર તંત્ર દ્વારા સાચું જાહેર કરાયા બાદ વારંવાર તેને વિવાદમાં કેમ લાવવામાં આવે છે.

આ પણ વાંચો : Sunetra Pawar Deputy CM : સુનેત્રા પવારે લીધા શપથ, મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા

Tags :
Advertisement

.

×