Ram Mandir Donation : શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રસાદની કથિત ચોરી હવે ભક્તોના દાન કરવાની રીત પર સ્પષ્ટ અસર કરી રહી છે. મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા એ જ રહી છે, પરંતુ દાન પેટીઓમાં રોકડ દાન સતત ઘટી રહ્યું છે. દાન પેટીઓમાં રોકડ જમા કરાવવાને બદલે, ભક્તો હવે રસીદ અથવા ઓનલાઈન દ્વારા દાન કરવાનું પસંદ કરી રહ્યા છે, જે વધુ પારદર્શક સિસ્ટમ છે.
Ram Mandir Donation : દાન પેટીમાં સતત ઘટી રહી છે દાનની રકમ
ઉલ્લેખનીય છે કે ભક્તો પહેલા દાનપેટીમાં દાન જમા કરતા હતા. પરંતુ દાન કૌભાંડ બાદ હવે મોટા ભાગના ભક્તો ઓનલાઈન દાન કરવાનું શરુ કર્યું છે. જેના કારણે કૌભાંડ થવાની શક્યતામાં ઘટાડો થઈ શકે છે. બેંક સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂનમાં મંદિરનું દાન સરેરાશ 20 થી 24 લાખ રૂપિયા દૈનિક હતું. જોકે, જુલાઈમાં આ આંકડો સતત ઘટ્યો, અને 10 જુલાઈ સુધીમાં, દૈનિક થાપણો 10 લાખ રૂપિયાથી નીચે આવી ગઈ. ઉપલબ્ધ માહિતી અનુસાર, 5 જુલાઈએ આશરે 14 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા, જ્યારે 10 જુલાઈએ આ રકમ ઘટીને આશરે 9.15 લાખ રૂપિયા થઈ ગઈ.
ભક્તો કરી રહ્યાં છે ડિજિટલ દાન
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કથિત દાન ચોરી વિવાદ બાદ ભક્તોએ દાન પેટીઓથી તેમનો વિશ્વાસ રસીદ-આધારીત અને ડિજિટલ દાન કરવા તરફ વળ્યો છે. મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ દાન આપવાની રીતમાં પણ સતત ફેરફાર નોંધાયો છે.
મંદિરના એક દાન કાઉન્ટર સંચાલકે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી, મોટાભાગના ભક્તો દાન કાઉન્ટર પર રસીદ સાથે દાન જમા કરાવી રહ્યા છે અથવા ઓનલાઈન ચુકવણી કરી રહ્યા છે. દાન પેટીઓમાં પહેલા કરતાં નોંધપાત્ર રીતે ઓછી રોકડ જમા થઈ રહી છે. દાન આપનારાઓ મોટાભાગે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટો જમા કરાવી રહ્યા છે.
જુલાઈમાં દાનના આંકડા
5 જુલાઈ: ₹1.4 લાખ, 6 જુલાઈ: ₹1.32 લાખ 7 જુલાઈ: ₹1.2 લાખ 8 જુલાઈ: ₹1.1 લાખ 9 જુલાઈ: ₹1.02 લાખ 10 જુલાઈ: ₹9.15 લાખ
સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટ માંગ્યો
સોમવારે, સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પાસેથી સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, જે અયોધ્યામાં રામ મંદિર માટે દાનના કથિત દુરુપયોગની તપાસ કરી રહી છે. કોર્ટે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પાસેથી પણ જવાબ માંગ્યો હતો. કોર્ટે કહ્યું, "અમે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી SIT ને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપીએ છીએ. આગામી સોમવારે વધુ સુનાવણી માટે આ મામલાની યાદી બનાવો. સ્ટેટસ રિપોર્ટમાં SIT સભ્યોની વિગતો પણ આપો."
આ પણ વાંચો : UNSC Membership : ભારતની 2028-29 માટે દાવેદારી, એસ. જયશંકરે રજૂ કર્યું વિઝન