Azamgarh: પ્રેમિકાના પરિવારે જ કરી પ્રેમીની કરપીણ હત્યા, વાંચો શું છે મામલો
- એક યુવકની ઢોર માર મારીને હત્યા
- યુવક તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો
- યુવતીના પરિવારે યુવાનને ઢોર માર માર્યો
Azamgarh News: જિલ્લામાં એક યુવકની ઢોર માર મારીને હત્યા કરવામાં આવી છે. મામલો પ્રેમ પ્રકરણનો છે. બુધવારે રાત્રે આ યુવક તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. યુવતીનો પરિવાર તેમના પ્રેમપ્રકરણથી પહેલેથી જ નાખુશ હતો. યુવતીનો પરિવાર આ સંબંધથી ગુસ્સામાં હોવા છતાં યુવક તેની પ્રેમિકાને મળવા ગયો હતો. આ દરમિયાન યુવતીના પરિવારજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ગુસ્સામાં, યુવતીના પરિવારે યુવાનને એટલો ઢોર માર માર્યો કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. હાલમાં, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે અને કેસની તપાસ શરૂ કરી છે. આ ઘટના આઝમગઢના મેહનાજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બરવા ગામની છે.
પ્રેમ સંબંધમાં હત્યા
મળતી માહિતી મુજબ, આઝમગઢના દેવગાંવ કોતવાલી વિસ્તારના આહરૌલી ગામના રહેવાસી અમિત રાજભર (22) અને મેહનજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બરવા ગામની એક છોકરી 4-5 વર્ષથી પ્રેમમાં હતા. છોકરાનો પરિવાર તેમના લગ્ન માટે તૈયાર હતો, પરંતુ છોકરીના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો. બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે, અમિત તેની પ્રેમિકાને મળવા તેના ઘરે પહોંચ્યો. ત્યાં, પરિવારના સભ્યોએ તેને પકડી પાડ્યો અને એટલો માર માર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
આ પણ વાંચો : ફાયરિંગથી હચમચી ગયું દિલ્હી, પોલીસે એન્કાઉન્ટર બાદ 2 ગુનેગારોને દબોચ્યા
યુવતીના ભાઈ અને માતા વિરુદ્ધ ફરિયાદ
મૃતકના કાકા અરુણ રાજભરે પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે છોકરીના ભાઈઓ અવનીશ અને મનીષ તેમજ તેની માતા સુદામા દેવી પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે તેમાંથી બેની ધરપકડ કરી લીધી છે. CCTV ફૂટેજ સ્કેન કરવામાં આવી રહ્યા છે. તણાવને જોતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અગાઉ હત્યાની માહિતી મળતાં જ એસપી સિટી મધુબન સિંહ, સીઓ લાલગંજ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને કેસની તપાસ શરૂ કરી છે. શરૂઆતની તપાસમાં, આ હત્યા પ્રેમ સંબંધના કારણે કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : વિકાસ અને નૈસર્ગિક ભવિષ્ય તરફ અગ્રેસર ભારતીય રેલવે : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ