Badrinath Dham 2026 : 'જય બદ્રી વિશાલ' ના નાદ સાથે કપાટ ખુલ્યા, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
- Badrinath Dham 2026: વહેલી સવારે 6:15 વાગ્યે શ્રદ્ધાળુઓ માટે દ્વાર ખોલાયા.
- 'જય બદ્રી વિશાલ'ના નાદથી ગુંજ્યું ઉત્તરાખંડ: કપાટ ખુલતા જ ભક્તોમાં ભારે ઉત્સાહ.
- 25 ક્વિન્ટલ ફૂલોથી દિવ્ય શણગાર: પ્રથમ વખત ફૂલોથી લખાયું 'ઓમ લક્ષ્મીપતિ નમો'.
- ચારધામ યાત્રા પૂર્ણ રીતે શરૂ: બદ્રીનાથના દ્વાર ખુલતા જ યાત્રાએ પકડ્યો વેગ.
- CM પુષ્કર સિંહ ધામી રહ્યા હાજર: મુખ્યમંત્રીએ બદ્રીનાથ ધામમાં પૂજા-અર્ચના કરી
Badrinath Dham 2026: હિન્દુ ધર્મના પવિત્ર ચારધામોમાંના એક એવા બદ્રીનાથ મંદિર (Badrinath Temple)ના દ્વાર આજે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. આજે વહેલી સવારે 6:15 વાગ્યે સંપૂર્ણ વિધિ-વિધાન અને પરંપરાગત પૂજા-અર્ચના સાથે મંદિરના કપાટ ખુલતા જ ચારધામ યાત્રા (Chardham Yatra 2026) હવે પૂર્ણ રીતે શરૂ થઈ ગઈ છે.
Badrinath Dham 2026: ભક્તિમય માહોલ અને ભક્તોનો ઉત્સાહ
કપાટ ખુલતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર 'જય બદ્રી વિશાલ' અને 'માતા લક્ષ્મી' ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ પવિત્ર ક્ષણના સાક્ષી બનવા માટે દેશ-વિદેશમાંથી હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી (Chief Minister of Uttarakhand) પુષ્કર સિંહ ધામી (Pushkar Singh Dhami)એ પણ આ અવસરે હાજર રહી ભગવાન બદ્રી નારાયણના આશીર્વાદ લીધા હતા.
25 ક્વિન્ટલ ફૂલોથી અલૌકિક શણગાર
આ વર્ષે બદ્રીનાથ ધામનો શણગાર અત્યંત આકર્ષક રહ્યો છે. મંદિરને શણગારવા માટે અંદાજે 25 ક્વિન્ટલ (25 Quintals) દેશી-વિદેશી ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રથમ વખત ફૂલોની મદદથી "ઓમ લક્ષ્મીપતિ નમો" લખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ફૂલો દ્વારા "જય શ્રી બદ્રી નારાયણ" અને "વૈકુંઠાય નમો" જેવા પવિત્ર સંદેશા કોતરવામાં આવ્યા છે, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
#WATCH | Uttarakhand: The portals of Badrinath Dham opened for devotees at 6:15 AM this morning. pic.twitter.com/LUWAjBcAxo
— ANI (@ANI) April 23, 2026
દર્શન અને પૂજાનો સમય
આજે સવારે 10 વાગ્યા બાદ ભગવાન બદ્રીવિશાલનો મહાભિષેક (Maha Abhishek) કરવામાં આવશે, જે બાદ ભક્તો નિયમિત પૂજા અને આરતીના દર્શન કરી શકશે. વહીવટીતંત્ર દ્વારા ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બદ્રીનાથના કપાટ ખુલતાની સાથે જ હવે ચારેય ધામના દ્વાર ભક્તો માટે ખુલી ગયા છે. ગંગોત્રી અને યમુનોત્રી (Gangotri & Yamunotri)ના કપાટ 19 એપ્રિલ (અક્ષય તૃતીયા) ના રોજ ખુલી ગયા હતા. જ્યારે કેદારનાથના કપાટ 22 એપ્રિલના રોજ ખુલ્યા છે. તેમજ બદ્રીનાથના કપાટ 23 એપ્રિલના રોજ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે.


