Badrinath Tapasya: બદ્રીનાથના સાધુ કરી રહ્યા છે -15°C વાળી તપસ્યા, દુનિયા આશ્ચર્યચકિત!
. બદ્રીનાથ ધામમાં 11,000 ફૂટની ઊંચાઈએ સાધુઓની કઠિન તપસ્યા
. માઈનસ 15 ડિગ્રી અને 3 ફૂટ બરફ વચ્ચે સાધુઓ કઠિન તપસ્યામાં લીન
. સ્વામી અરસાનંદજી સહિત 15 જેટલા સાધુઓની બદ્રીનાથ ધામમાં તપસ્યા
Badrinath Tapasya: હિમાલય (Himalaya) ની ઊંચાઈ પર હાલ હાડ કંપાવતા બર્ફીલા પવનો માણસના હોંસલા પસ્ત કરી દે છે. આવી સ્થિતિમાં 11 હજાર ફૂટની ઊંચાઈ પર (Yoga at 11000 feet height) આવેલા બદ્રીનાથ ધામમાં 15 તપસ્વી સાધુઓ (Himalayan Sadhus) શૂન્યથી 15 ડિગ્રી નીચેના તાપમાને કઠિન યોગ સાધાનમાં લીન છે. હાલ બદ્રીનાથ (Badrinath) ધામ બેથી ત્રણ ફૂટ બરફની સફેદ ચાદરથી ઢંકાયેલું છે. સાંજ ઢળતા જ અહીં પારો માઈનસ 15 ડિગ્રી સુધી ગગડી જાય છે.
આવી વિકટ પરિસ્થિતિમાં આકરું તપ
સાક્ષાત ભૂ-વૈકુંઠ કહેવામાં આવતા બદ્રીનાથ ધામમાં આસ્થાનો અગ્નિ ધધકી રહ્યો છે. અહીં 15 સાધુ-સંતો પોતાની કુટિયાઓ, ગુફાઓ અને આશ્રમોમાં અડગ તપ (Extreme Meditation) કરી રહ્યા છે. આમા સ્વામી અરસાનંદજી મહારાજનો સંકલ્પ અદભૂત છે, જે ગત ચાર વર્ષોથી 12 માસ અહીં રહીને ભગવાન બદ્રીનાથ વિશાલના ધ્યાનમાં લીન છે.
આ પણ વાંચો: ગંગોત્રી ધામમાં બિનહિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ, Kedarnath-Badrinath માં પણ આવી જ તૈયારી
પ્રશાસનની મંજૂરીથી કરી રહ્યા છે યોગ સાધના
જ્યોતિર્મઠના ઉપ જિલ્લાધિકારી ચંદ્રશેખર વશિષ્ઠે જણાવ્યુ કે નિયમો હેઠળ પ્રશાસનની અનુમતિ લઈને જ આ સાધકો શીતકાળમાં અહીં રોકાયેલા છે. હાલ અહીં 15 સાધક બરફ અને ભયંકર ઠંડીની વચ્ચે પોતાની આધ્યાત્મિક યાત્રા (Spiritual Penance) પૂર્ણ કરી રહ્યા છે. પ્રશાસન તરફથી અહીં સુરક્ષાના પુરતા પ્રબંધ કરાયા છે. તેની સાથે જ જરૂરી દવાઓ અને રાશન પણ ઉપલબ્ધ કરાવાયું છે.
ચારેય યુગોમાં સ્થિર છે બદ્રિકાશ્રમ
બદ્રીનાથ ધામના મહિમા પર પ્રકાશ પાડતા પૂર્વ ધર્માધિકારી આચાર્ય ભુવન ઉનિયાલે જણાવ્યું કે બદ્રીનાથ તે તપોભૂમિ છે, જેનું અસ્તિત્વ ચારેય યુગમાં રહ્યું છે. શાસ્ત્રીય પ્રમાણો મુજબ, સતયુગમાં તેને મુક્તિ પ્રદા, ત્રેતામાં યોગસિદ્ધિદા, દ્વાપરમાં વિશાલા અને કલિયુગમાં બદ્રિકાશ્રમ કહેવામાં આવે છે. આ તે પવિત્ર સ્થાન છે, જ્યાં આજે પણ યોગ અને ભક્તિની પ્રાચીન પરંપરાઓ જીવિત છે.
આ પણ વાંચો: Chardham Yatra : આ વર્ષે કેમ 11 દિવસ વહેલા ખુલશે કપાટ ?
કલિયુગમાં હરિનામ આધાર
ભગવાન બદ્રી વિશાલની સેવામાંપેઢીઓથી સમર્પિત પંડિત રાકેશ ડિમરી રાકુડીએ કહ્યુ છે કે શાસ્ત્રો મુજબ, કળયુગમાં ભગવાનની પ્રાપ્તિનો સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ હરિનામ સંકીર્તન અને ધ્યાન છે. તેમણે કહ્યુ છે કે કળયુગમાં આ બર્ફીલી ખીણોમાં સાધુ-સંત (Spiritual power of Indian Saints) માત્ર નામ જપ અને ધ્યાનના બળ પર મોક્ષના આ દ્વાર પર અડગ ઉભા છે.
આ પણ વાંચો: Swabhiman Parv : સોમનાથમાં પ્રથમવાર રવેડી યાત્રાનું આયોજન, મિનિ કુંભ જેવો માહોલ સર્જાયો!


