Badrinath temple donation fraud: અયોધ્યા બાદ હવે બદરીનાથમાં પણ ચંદા ચોરીનો ખેલ? મંદિર સમિતિએ તપાસના આપ્યા આદેશ
અયોધ્યા રામ મંદિરમાં દાનની રકમમાં ઉચાપતના કેસમાં હજુ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી, ત્યા તો હવે સુપ્રસિદ્ધ ચારધામમાંથી એક બદરીનાથમાં પણ ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે. સવાલો ઉઠતા બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ એક્શન મોડમાં આવી ગઈ છે. અને તપાસ માટે ખાસ ટીમની રચના પણ કરી છે. મંદિર ટ્રસ્ટએ જવાબદાર કર્મચારીઓ પાસેથી આ બાબતે સ્પષ્ટતા માગી છે.
Advertisement
Badrinath temple donation fraud: અયોધ્યા રામ મંદિર બાદ હવે ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ બદરીનાથ ધામમાં પણ દાન અને ચઢાવામાં ગેરરીતિના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓ ચાલી રહી છે. બદરીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. સમિતિએ તાત્કાલિક અસરથી તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી છે. તંત્રએ જવાબદાર કર્મચારીઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે. સમગ્ર મામલાની પારદર્શક તપાસનું આશ્વાસન આપ્યું છે.

