Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Balotra Bus Accident: બાલોતરા હાઈવે પર કાળમુખો અકસ્માત, 6 લોકોના મોત, બારીમાંથી લટકતા જોવા મળ્યા મૃતદેહ

રાજસ્થાનના બાલોતરામાં નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના બની, જ્યાં સ્લીપર બસ અને ટ્રેલર વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરે હાઈવેને રક્તરંજિત કરી દીધો છે. ઊંઘમાં રહેલા મુસાફરો માટે આ મુસાફરી આખરી સાબિત થઈ. બસની જે હાલત થઈ છે તે જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો. આ ભયાનક અકસ્માતમાં કેટલાનો ભોગ લેવાયો છે.
balotra bus accident  બાલોતરા હાઈવે પર કાળમુખો અકસ્માત  6 લોકોના મોત  બારીમાંથી લટકતા જોવા મળ્યા મૃતદેહ
Advertisement
  • Balotra Bus Accident : રાજસ્થાનના બાલોતરામાં નેશનલ હાઈવે પર અકસ્માત
  • ઘટનામાં 6 મુસાફરોના કમકમાટીભર્યા મોત
  • બસની જમણી બાજુનો ભાગ કચડાયો, અનેક લોકો ઘાયલ
  • ગ્રીન કોરિડોર બનાવી ઘાયલોને જોધપુર હોસ્પિટલ ખસેડાયા
  • પોલીસ દ્વારા તપાસ શરૂ, ટ્રેલર ચાલકને લેવાયો અટકાયતમાં

Balotra Bus Accident : રાજસ્થાનના બાલોતરા જિલ્લામાં નેશનલ હાઈવે [National Highway] પર એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. સરવડી ગામ પાસે પુરપાટ ઝડપે જતી એક ખાનગી સ્લીપર બસ [Sleeper Bus] આગળ જઈ રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે બસની જમણી બાજુનો આખો ભાગ કચડાઈ ગયો હતો, જેમાં ઊંઘતા ઝડપાયેલા 6 નિર્દોષ મુસાફરોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

બસની બારીઓ બહાર લટકેલા મૃતદેહો જોવા મળ્યા

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ [Local Police] અને બચાવ કર્મીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે કેટલાક મૃતદેહો લોહીલુહાણ હાલતમાં બસની બારીઓ બહાર લટકેલા જોવા મળ્યા હતા. અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ [Traffic Jam] થઈ ગયો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Advertisement

Advertisement

Balotra Bus Accident : પોલીસે ઘાયલ મુસાફરોની મદદ કરી

પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલ મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 7 મુસાફરોને વધુ સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલ [Mathuradas Mathur Hospital] ખાતે 'ગ્રીન કોરિડોર' [Green Corridor] બનાવીને ખસેડવામાં આવ્યા છે. મૃતકોના શબને નાહટા હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરાઈ છે. હાલમાં પોલીસે ટ્રેલર ચાલકની અટકાયત કરી અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : NCERT Judiciary Corruption Chapter : સુપ્રીમ કોર્ટની લાલ આંખ, ધોરણ 8 ના પુસ્તકની તમામ નકલો જપ્ત કરવા આદેશ

આ પણ વાંચો : RSS પ્રમુખ Mohan Bhagwat ફરી લખનૌની મુલાકાતે, UP રાજકારણમાં ફરી મોટી હલચલ

Tags :
Advertisement

.

×