ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Banke Bihari Temple: હવે વિદેશી ભક્તો પણ ખુલીને આપશે દાન, મંદિરને મળ્યું FCRA લાયસન્સ

Banke Bihari Temple: બાંકે બિહારી મંદિરને FCRA દ્વારા લાઈસન્સ મળી ચુક્યું છે. મંદિરના સંચાલન માટે કોર્ટ દ્વારા રચાયેલી પ્રબંધન સમિતીના આવેદન બાદ સરકારે મંદિરને લાઈસન્સ આપી દીધું છે.
03:00 PM Jan 25, 2025 IST | KRUTARTH JOSHI
Banke Bihari Temple: બાંકે બિહારી મંદિરને FCRA દ્વારા લાઈસન્સ મળી ચુક્યું છે. મંદિરના સંચાલન માટે કોર્ટ દ્વારા રચાયેલી પ્રબંધન સમિતીના આવેદન બાદ સરકારે મંદિરને લાઈસન્સ આપી દીધું છે.
Banke bihari Temple

Banke Bihari Temple: બાંકે બિહારી મંદિરને FCRA દ્વારા લાઈસન્સ મળી ચુક્યું છે. મંદિરના સંચાલન માટે કોર્ટ દ્વારા રચાયેલી પ્રબંધન સમિતીના આવેદન બાદ સરકારે મંદિરને લાઈસન્સ આપી દીધું છે.

કેન્દ્ર સરકારે વૃંદાવનના બાંકે બિહારી મંદિરને FCRA લાઈસન્સ આપી દીધું છે. એટલે કે હવે વિદેશી ભક્તો મંદિરમાં ખુલીને દાન આપી શકશે. મંદિરના સંચાલન માટે કોર્ટ દ્વારા રચાયેલી મેનેજમેન્ટ સમિતીએ આ લાઈસન્સ માટે અરજી કરી હતી. કોર્ટની મંજૂરી બાદ આ અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.

આ પણ વાંચો : Junagadh: મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ

ખજાનામાં મોટા પ્રમાણમાં વિદેશી રોકડ

કોર્ટ દ્વારા રચાયેલી પ્રબંધન સમિતીની અરજી અનુસાર મંદિરના ખજાનામાં મોટા પ્રમાણમાં વિદેશી રોકડ છે અને તેઓ આગળ પણ વિદેશમાંથી દાન પ્રાપ્ત કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાંકે બિહારી મંદિર પ્રબંધન હાલમાં કોર્ટ દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. આ મેનેજમેન્ટ માટે કોર્ટે એક સમિતીની રચના કરી હતી. જે તેના કામકાજને જુએ છે. મંદિર પહેલા ખાનગી મેનેજમેન્ટને આધીન હતું. પુજારીઓના પરિવાર દ્વારા સમગ્ર મંદિરનો વહીવટ કરવામાં આવતો હતો.

550 વર્ષ જુનુ છે બાંકેબિહારી મંદિર

બાંકે બિહારી મંદિરનું નિર્માણ 550 વર્ષ જૂનું છે. પેઢી દર પેઢી અહીં પુજા અર્ચનાનું કામ અને મેનેજમેન્ટ પુજારીઓના પરિવાર દ્વારા કરવામાં આવતું રહ્યું છે. સેવાયત ગોસ્વામી, સારસ્વત બ્રાહ્મણ અને સ્વામી હરિદાસના વંશજો આ મંદિરનું સંચાલન કરે છે. રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ આ મંદિરનું મેનેજમનેટ્ કોર્ટ દ્વારા રચાયેલી સમિતીની જ સંભાળે છે.

આ પણ વાંચો : Morbi મહાનગરપાલિકાની ઘોર બેદરકારી આવી સામે, સ્ટ્રીટ લાઈટ બની જોખમી

વિદેશોમાંથી દાન લેવું હોય તો જરૂરી છે FCRA રજીસ્ટ્રેશન

રાજ્ય સરકારના અનુસાર મંદિર પાસે હાલ સોના અને ચાંદી સહિત અન્ય કિંમતી સામાનો સાથે જ 480 કરોડ રૂપિયાનું ફંડ છે. જેમાં વિદેશી ફંડનો પણ સમાવેશ થાય છે. આ વિદેશી દાનનો ઉપયોગ કરવા માટે અને આગળ પણ વિદેશ દાન પ્રાપ્ત કરવા માટે મંદિરને વિદેશી અંશદાન વિનિમય અધિનિયમ 2010 અંતર્ગત રજીસ્ટ્રેશનની જરૂર હતી. FCRA 2010 અંતર્ગત બિન સરકારી સંગઠન અને જુથને વિદેશથી કોઇ પણ પ્રકારનું ફંડ પ્રાપ્ત કરવા માટે લાઈસન્સ હોવું ફરજીયાત કરી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Sri Lanka : પોલીસે પૂર્વ રાષ્ટ્રપતિના પુત્રની ધરપકડ કરી, મિલકત ખરીદીમાં ભ્રષ્ટાચાર મામલે કેસ થયો

Tags :
Banke Bihari templeBanke Bihari temple FCRA licenseBanke Bihari Temple historyBanke Bihari temple managementCourt appointed committee applicationFCRAFCRA registrationGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsGujarati Samacharlatest newsTrending News
Next Article