Banking Fraud: બેંકિંગ ક્ષેત્રમાં મોટો ખતરો, ફ્રોડની રકમ 46% નો વધારો ઉછળીને 48,021 કરોડને પાર!
Banking Fraud: ભારતીય બેંકિંગ સેક્ટર (Banking Sector) માટે એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2025-26 માં બેંકિંગ ફ્રોડ (Banking Fraud) ની કુલ રકમમાં જબરદસ્ત 46 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. અગાઉના વર્ષે જે આંકડો 32,803 કરોડ રૂપિયા હતો, તે હવે વધીને 48,021 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે ફ્રોડના કુલ કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે દર્શાવે છે કે નાના પાયે થતી છેતરપિંડી પર અંકુશ આવ્યો છે, પરંતુ મોટા લોન કૌભાંડો (Loan Fraud) માં વધારો થયો છે.
2025-26માં 10,114 ફ્રોડના કિસ્સાઓ નોંધાયા
રિપોર્ટ અનુસાર, 2025-26માં 10,114 ફ્રોડના કિસ્સાઓ નોંધાયા હતા, જેની સામે એક વર્ષ અગાઉ આ સંખ્યા 23,722 હતી. સરકારી બેંકો (Public Sector Banks) માં ફ્રોડની રકમ 35,709 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જ્યારે ખાનગી બેંકો (Private Banks) માં આ આંકડો 11,399 કરોડ રૂપિયા રહ્યો છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે આ વધારામાં ૩૧૪ એવા કેસ પણ સામેલ છે જે જૂના છે, પરંતુ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના આદેશ બાદ તાજેતરમાં રિપોર્ટ કરવામાં આવ્યા છે.
Banking Fraud: સૌથી વધુ છેતરપિંડી લોન અને એડવાન્સ કેટેગરીમાં
સૌથી વધુ છેતરપિંડી લોન અને એડવાન્સ કેટેગરીમાં જોવા મળી છે, જેમાં 40,774 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે. આ મામલે કોર્પોરેટ લોન અને ડૉક્યુમેન્ટ ફોર્જરી (Document Forgery) બેંકિંગ સિસ્ટમ માટે મોટા પડકાર સમાન છે. બીજી તરફ, ડિજિટલ પેમેન્ટ ફ્રોડ (Digital Payment Fraud) માં મોટો ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ RBI ના સુરક્ષા પગલાં અને ઓનલાઈન મોનિટરિંગ છે. ડિજિટલ છેતરપિંડી રોકવા માટે RBI હવે 'કિલ સ્વિચ' (Kill Switch System) જેવી સુવિધા લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનાથી ગ્રાહકો ઈમરજન્સીમાં ખાતાના વ્યવહારો તરત બંધ કરી શકશે. સાયબર સુરક્ષા (Cyber Security) ને વધુ મજબૂત બનાવવા માટે RBI એ .bank.in જેવું સુરક્ષિત ડોમેન પણ લોન્ચ કર્યું છે.
આ પણ વાંચો: Bhavanagar News: ઘોઘામાં થયેલા અકસ્માત કેસમાં નવો વળાંક, શું જૂની અદાવતનો બદલો લેવા હત્યા કરી?


