BAPS ના સ્વામી બ્રહ્મવિહારીદાસની PM મોદી સાથે મુલાકાત, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિકાસ પર ચર્ચા
- BAPSના સ્વામી બ્રહ્મવિહારીદાસની PM સાથે મુલાકાત
- અબુ ધાબી મંદિરના ભાવિ વિકાસ અંગે PMને કર્યા માહિતગાર
- બહેરીન, પેરિસ, દાર એ સલામમાં પણ બની રહ્યાં છે મંદિર
- મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોની કામગીરી અંગે આપી માહિતી
- નૈતિકતા, રાષ્ટ્રીય એકતા, આધ્યાત્મિક સંવાદિતાને પ્રોત્સાહન
Swami Brahmavihari Das meets PM: BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી બ્રહ્મવિહારીદાસે નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક પ્રેરણાદાયી મુલાકાત કરી. આ બેઠકમાં સ્વામી બ્રહ્મવિહારીદાસે વડા પ્રધાનને અબુધાબીમાં BAPS હિન્દુ મંદિરના ભાવી વિકાસ અને તેની પાછળના અબુ ધાબીના શાસકના ઉદાર સમર્થન અંગે વિગતવાર જાણકારી આપી હતી.
મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોની યોજનાઓ વિશે ચર્ચા
આ મુલાકાત દરમિયાન સ્વામી બ્રહ્મવિહારીદાસે BAPS સંસ્થાના આધ્યાત્મિક નેતા મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વિશ્વભરમાં નિર્માણ પામનારા નવા મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોની યોજનાઓ વિશે પણ ચર્ચા કરી. આ યોજનાઓમાં બહેરીન, પેરિસ, દાર-એ-સલામ, જ્હોનિસબર્ગ, મેલબોર્ન અને સિડનીમાં બનનારા મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ દ્વારા BAPS સંસ્થા વૈશ્વિક સ્તરે હિન્દુ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પ્રચાર અને પ્રસાર કરે છે.
આ પણ વાંચો : તહવ્વુર રાણાને લઈને PM મોદીનો 15 વર્ષ જૂનો Video viral, જાણો શું કહ્યું હતું
નૈતિકતા, રાષ્ટ્રીય એકતા અને આધ્યાત્મિક સંવાદિતા
આ બેઠકમાં સાર્વત્રિક મૂલ્યો જેવા કે નૈતિકતા, રાષ્ટ્રીય એકતા અને આધ્યાત્મિક સંવાદિતા જેવા મહત્વના વિષયો પર પણ ચર્ચા થઈ. સ્વામી બ્રહ્મવિહારીદાસે વડાપ્રધાન સાથેની આ બેઠકને અત્યંત પ્રેરણાદાયી અને ફળદાયી ગણાવી. તેમણે જણાવ્યું કે આ મુલાકાતથી BAPS સંસ્થાના વૈશ્વિક સેવાકાર્યોને વધુ મજબૂતી મળશે.
-BAPSના સ્વામી બ્રહ્મવિહારીદાસની PM સાથે મુલાકાત
-અબુ ધાબી મંદિરના ભાવિ વિકાસ અંગે PMને કર્યા માહિતગાર
-બહેરીન, પેરિસ, દાર એ સલામમાં પણ બની રહ્યાં છે મંદિર
-મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોની કામગીરી અંગે આપી માહિતી
-સાર્વત્રિક મૂલ્યોની PM સાથેની બેઠકમાં ચર્ચા કરવામાં આવી
-10… pic.twitter.com/uB4tndBCVP— Gujarat First (@GujaratFirst) April 11, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ BAPS સંસ્થાના વૈશ્વિક પ્રયાસોની પ્રશંસા કરી અને સંસ્થાના સેવાકાર્યોને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ મુલાકાત ભારત અને વૈશ્વિક સમુદાય વચ્ચે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુ બનાવવાના BAPSના પ્રયાસોનું એક મહત્વનું પગલું બની રહેશે.
આ પણ વાંચો : PM એ એરપોર્ટ પર ઉતરતા જ માંગ્યો રિપોર્ટ....જાણો શું કહ્યું અધિકારીઓને ?