Bargi Dam Cruise Accident: મધ્યપ્રદેશના બરગી ડેમમાં ક્રુઝ શિપ પલટી જતાં 4ના મોત,18થી વધુ લાપતા
- દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના કરુણ મોત, 18 બચાવ્યા (Bargi Dam Cruise Accident)
- ક્રુઝમાં આશરે 35 થી 40 પ્રવાસીઓ સવાર હોવાની માહિતી
- અચાનક આવેલા વાવાઝોડામાં સંતુલન ગુમાવતા સર્જાયો અકસ્માત
- SDRF ની ટીમ દ્વારા ગુમ થયેલા 15-18 લોકો માટે સર્ચ ઓપરેશન ચાલુ
મધ્યપ્રદેશના જબલપુર (Jabalpur) નજીક આવેલા પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બરગી ડેમ (Bargi Dam) ખાતે ગુરુવારે સાંજે કુદરતનો કહેર જોવા મળ્યો હતો. અચાનક બદલાયેલા હવામાન અને જોરદાર વાવાઝોડા (Storm) ને કારણે પ્રવાસીઓથી ભરેલું એક ક્રુઝ શિપ (Cruise Ship) પાણીમાં પલટી ગયું હતું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ ઘણા પ્રવાસીઓ ગુમ હોવાની આશંકા સેવાઈ રહી છે.
Bargi Dam Cruise Accident: અચાનક આવેલા વાવાઝોડાએ મચાવી તબાહી
મધ્યપ્રદેશ પ્રવાસન વિકાસ નિગમ (MPT) દ્વારા સંચાલિત આ ક્રુઝમાં અકસ્માત સમયે અંદાજે 35 થી 40 પ્રવાસીઓ સવાર હતા. સાંજના સમયે અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટક્યું હતું. પાણીમાં ઉછળેલા ઊંચા મોજાઓને કારણે ક્રુઝ શિપ પોતાનું સંતુલન ગુમાવી બેઠું અને જોતજોતામાં ઊંધું વળી ગયું હતું. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
जबलपुर के बरगी डैम में क्रूज डूबने की घटना बेहद पीड़ादायक है। हादसे में कई लोगों के हताहत होने की खबर है। ईश्वर दिवंगत आत्माओं को शांति दें।
प्रशासन से अपील है कि रेस्क्यू ऑपरेशन में तेजी लाई जाए और लापता लोगों को जल्द सुरक्षित निकालने के हर संभव प्रयास किए जाएं।
प्रशासन को…— Digvijaya Singh (@digvijaya_28) April 30, 2026
SDRF દ્વારા મોટાપાયે સર્ચ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બરગીના સીસીપી (CSP) અંજુલ મિશ્રા (Anjul Mishra) ના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 18 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 4 મૃતદેહો મળી આવ્યા છે. હજુ પણ 15 થી 18 લોકો ગુમ હોવાનું મનાય છે, જેમના માટે SDRF ની ટીમ ઊંડા પાણીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જબલપુર કલેક્ટર રાઘવેન્દ્ર સિંહ (Raghvendra Singh) પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
દિગ્વિજય સિંહે કરી તપાસની માંગ
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે (Digvijaya Singh) આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને આ મામલે મેજિસ્ટ્રેટ તપાસ (Magistratial Inquiry) ની માંગણી કરી છે. તેમણે ક્રુઝ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની અને સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન અંગે તપાસ કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો: Himachal Pradesh Road Accident : કાર ખીણમાં ખાબકતા આગ લાગી, પંજાબના બે શ્રદ્ધાળુઓના કરૂણ મોત


