ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ક્રિસમસની મોજ-મસ્તી માટે હિમાચલ જાઓ છો તો સાવધાન!

ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રખ્યાત સ્થળોની મુલાકાતે આવેલા લોકો માટે હિમવર્ષા આકર્ષણ તો છે, પરંતુ તે સાથે મુશ્કેલી પણ સર્જાઈ છે. ભારે હિમવર્ષાને કારણે મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે.
08:34 AM Dec 24, 2024 IST | Hardik Shah
ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રખ્યાત સ્થળોની મુલાકાતે આવેલા લોકો માટે હિમવર્ષા આકર્ષણ તો છે, પરંતુ તે સાથે મુશ્કેલી પણ સર્જાઈ છે. ભારે હિમવર્ષાને કારણે મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે.
Himachal Snowfall Latest Update

Himachal Snowfall Latest Update : હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે, જેનો નજારો માણવા માટે પ્રવાસીઓની ભીડ મનાલી તરફ દોડી આવી છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે પ્રખ્યાત સ્થળોની મુલાકાતે આવેલા લોકો માટે હિમવર્ષા આકર્ષણ તો છે, પરંતુ તે સાથે મુશ્કેલી પણ સર્જાઈ છે. ભારે હિમવર્ષાને કારણે મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ઊભી થઈ છે.

1000થી વધુ વાહનો ફસાયા

ખાસ કરીને સોલંગ નાળા અને અટલ ટનલના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. અટલ ટનલના સાઉથ પોર્ટલથી નોર્થ પોર્ટલ વચ્ચેના માર્ગો પર 1000થી વધુ વાહનો ફસાઈ ગયા છે. પર્યટકોને ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું છે. પોલીસ, ટ્રાફિક પોલીસ અને વહીવટીતંત્ર ફસાયેલા વાહનોને નિકાળવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. DSP મનાલી, SDM મનાલી અને SHO મનાલી પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે છે. જણાવી દઇએ કે, વરસાદ અને હિમવર્ષાના કારણે રાજ્યમાં 2 નેશનલ હાઈવે સહિત 30થી વધુ માર્ગો બંધ છે, જે અનેક સ્થળોએ પરિવહન પર અસર કરી રહ્યા છે. વધુમાં, કેટલીક જગ્યાએ વરસાદે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. હિમાચલ પ્રવાસ માટે આવેલા લોકો માટે સફર રોમાંચક હોવાની સાથે કઠિન બની ગયો છે. જેના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે

ભારે બરફ અને ઠંડી વચ્ચે શિમલા, કુફરી, નારકંડા અને સોલંગ વેલી જેવા પ્રખ્યાત પર્યટન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 24 થી 26 ડિસેમ્બરના સમયગાળામાં મિડ હિલ્સ અને હાઈ હિલ્સમાં ભારે હિમવર્ષા અને નીચા વિસ્તારોમાં ધુમ્મસ રહેવાની શક્યતા છે. બકરા ડેમ અને બલ્હ ઘાટીના કેટલાક ભાગોમાં yellow Alert આપવામાં આવેલ છે. કુફરી, નારકંડા, ખડાપથર અને ચંશાલ જેવા ઊંચા વિસ્તારોમાં પણ તાજેતરમાં જ બરફના દ્રશ્યો નોંધાયા છે, જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, પરંતુ પરિવહન વ્યવસ્થામાં મુશ્કેલીઓ પણ ઉભી થઈ છે.

આ પણ વાંચો:  Bengaluru : ટ્રક અને કાર અકસ્માત, કુટુંબની શાંતિપૂર્ણ યાત્રાનો અંત શોકમાં બદલાયો...

Tags :
Atal Tunnel RohtangChristmas 2025Gujarat FirstGUJARAT FIRST NEWSHardik Shahhimachal newsHimachal SnowfallHimachal Snowfall Latest UpdateHimachal Snowfall NewsManali Traffic JamNew Year 2025SnowfallSnowfall in Himachal
Next Article