MP Congress Crisis: લોકસભા ચૂંટણી પહેલા નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપને ગળે મળી રહ્યા !
MP Congress Crisis: બિહાર (Bihar) બાદ કોંગ્રેસ પાર્ટી (Congress) ને ફરિ એકવાર મોટો ઝાટકો મળશે. આ ઝટકો કોંગ્રેસ પાર્ટીને મધ્ય પ્રદેશમાંથી મળશે. કારણે કે.... વધું એક કોંગ્રેસ પાર્ટી (Congress) ના ટોચના નેતા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. ત્યારે બિહારના સીએમ નીતિશ કુમાર (CM Nitish Kumar) બાદ મધ્ય પ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath) ભાજપ (BJP) માં જોડાવા જઈ રહ્યા છે.
- કમલનાથ પુત્ર સાથે શું ભાજપમાં જોડાશે
- કમલનાથે છિંદવાડામાં આપેલું ભાષણ
- મધ્ય પ્રદેશમાં ભાજપ પ્રવક્તાની પોસ્ટ
- દરેક વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જોડાવા સ્વતંત્ર
કમલનાથ પુત્ર સાથે શું ભાજપમાં જોડાશે
ત્યારે મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં કમલનાથ (Kamalnath) અને તેમન સાંસદ પુત્ર નકુલ નાથ ટૂંક સમયમાં ભાજપ (BJP) માં જોડાઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે કમલનાથ (Kamalnath) કોંગ્રેસ (Congress) હાઈકમાન્ડ થી નારાજ છે.
કમલનાથે છિંદવાડામાં આપેલું ભાષણ
એક અહેવાલ અનુસાર કમલનાથ (Kamalnath) પોતાના પુત્ર નકુલ નાથના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત છે. છેલ્લી લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં કૉંગ્રેસને મધ્ય પ્રદેશ (MP Congress) માં માત્ર એક જ બેઠક મળી હતી જે કમલનાથ (Kamalnath) ના ગઢ છિંદવાડામાંથી હતી. જ્યાં તેમના પુત્ર નકુલનાથે સખત સંઘર્ષ બાદ જીત મેળવી હતી. છિંદવાડામાં કમલનાથ/નકુલનાથની જીતનું માર્જિન સતત ઘટી રહ્યું છે.
કમલનાથે (Kamalnath) એક ભાષણમાં કહ્યું, વર્ષો પહેલા મધ્ય પ્રદેશ (MP Congress) માં છિંદવાડાની કોઈ ઓળખ ન હતી. ભોપાલમાં જો આપણે કહેતા કે અમે છિંદવાડાના છીએ તો તેઓ વિચારમાં પડી જતા હતા? હવે તમે તમારી છાતી ઠોકીને કહી શકો છો કે તમે છિંદવાડા જિલ્લાના છો. જો તમે સત્યનો સાથ આપશો તો જ તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
મધ્ય પ્રદેશમાં ભાજપ પ્રવક્તાની પોસ્ટ
મધ્ય પ્રદેશ બીજેપી (BJP) ના પ્રવક્તા અને કમલનાથ (Kamalnath) ના પૂર્વ મીડિયા સલાહકાર નરેન્દ્ર સલુજાએ કમલનાથ-નકુલનાથનો ફોટો પોસ્ટ કરીને 'જય શ્રી રામ' લખ્યું, ત્યાર બાદ અટકળોનું બજાર ગરમ છે કે કમલનાથ (Kamalnath) કે પછી નકુલનાથ ભાજપ (BJP) માં જઈ રહ્યા છે. જો કે, કમલનાથ કે નકુલનાથ તરફથી ભાજપમાં જોડાવા અંગે કોઈ નિવેદન આવ્યું નથી કે ન તો તેઓએ હજુ સુધી તેનો ઈન્કાર કર્યો છે.
દરેક વ્યક્તિ કોઈ પણ પાર્ટીમાં જોડાવા સ્વતંત્ર
વાસ્તવમાં, થોડા દિવસો પહેલા કમલનાથને પૂછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ભાજપમાં જોડાઈ શકે છે? તેના પર કમલનાથે કહ્યું કે, દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી. જ્યારે તેમની બાજુ બદલવાની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે કમલનાથે કહ્યું, 'ઘણી બધી અફવાઓ ચાલી રહી છે, હું તેમના વિશે શું કહી શકું?
દિગ્વિજય સિંહનું નિવેદન
તો બીજી તરફ મધ્યપ્રદેશના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા કમલનાથ (Kamalnath) દિલ્હી એરપોર્ટ (Delhi Airport) પર પહોંચી ગયા છે. કમલનાથ (Kamalnath) ની સાથે તેમના પુત્ર નકુલ નાથ પણ છે. બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે. દિગ્વિજય સિંહે કહ્યું કે મારી કમલનાથ (Kamalnayh) સાથે વાતચીત થઈ હતી. તેઓ છિંદવાડામાં રહે છે અને તેઓ એવા વ્યક્તિ છે જેમણે પોતાની રાજકીય કારકિર્દી નેહરુ-ગાંધી (Congress) પરિવાર સાથે શરૂ કરી હતી. તેથી તેમના ભાજપમાં જોડાવાની વાત ખોટી છે.
આ પણ વાંચો: Delhi ના ઝાખીરામાં માલગાડીના 10 ડબ્બા પલટ્યા, બચાવ કાર્ય ચાલુ…