ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahua Moitra : અમિત શાહનું માથું કાપીને....',TMC સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ

અમિત શાહ અભદ્ર ટિપ્પણી મામલે વિવાદ (Mahua Moitra) TMC સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો Mahua Moitra : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) પર અભદ્ર ટિપ્પણી મામલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)વિવાદમાં...
03:34 PM Aug 29, 2025 IST | Hiren Dave
અમિત શાહ અભદ્ર ટિપ્પણી મામલે વિવાદ (Mahua Moitra) TMC સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનથી વિવાદ ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો Mahua Moitra : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) પર અભદ્ર ટિપ્પણી મામલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)વિવાદમાં...
Mahua Moitra ke bigde bol

Mahua Moitra : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) પર અભદ્ર ટિપ્પણી મામલે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા (Mahua Moitra)વિવાદમાં સપડાયા છે. ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે મોઇત્રાએ શાહનું 'માથું કાપવાની' વાત કરી છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે બિહારમાં પીએમ મોદીની માતા ઉપર અપશબ્દો બોલાયા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી (Mahua Moitra;)

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. શુક્રવારે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં પત્રકારોએ મોઇત્રાને રાજ્યમાં ગેરકાયદેસર ઘૂસણખોરી અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આના જવાબમાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદે ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યું હતું.

PM મોદીની વાત સાંભળીને અમિત શાહ હસતા હસતા તાળીઓ પાડતા હતા

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ પત્રકારોને જણાવ્યું હતું કે, 'મારી પાસે તેમના (અમિત શાહ) માટે એક સ્પષ્ટ સવાલ છે. તેઓ ફક્ત ઘુસણખોર... ઘુસણખોર...કહી રહ્યા છે. આપણી સરહદનું રક્ષણ કરતી એજન્સી કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. પ્રધાનમંત્રીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે ઘુસણખોરી થઈ રહી છે અને તેના કારણે વસ્તી વિષયક સ્થિતિ બદલાઈ રહી છે. જ્યારે પ્રધાનમંત્રી આ વાત કહી રહ્યા હતા, ત્યારે પહેલી હરોળમાં બેઠેલા ગૃહમંત્રી તેમની વાત સાંભળીને હસતા હસતા તાળીઓ પાડતા હતા.'

આ પણ  વાંચો -PM મોદીની સ્વ.માતા અંગે રાહુલ ગાંધીની અભદ્ર ટિપ્પણી બાદ અમિત શાહ આક્રોશિત

પહેલા તમારે અમિત શાહનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ (Mahua Moitra;)

તૃણમૂલ સાંસદે કહ્યું, 'જો ભારતની સરહદોનું રક્ષણ કરવા માટે કોઈ નથી. જો બીજા દેશોના દરરોજ સેંકડો, હજારો અને લાખોની સંખ્યામાં લોકો ઘુસણખોરી કરી રહ્યા છે, આપણી માતાઓ અને બહેનો પર નજર રાખી રહ્યા છે, આપણી જમીનો છીનવી રહ્યા છે, તો પહેલા તમારે અમિત શાહનું માથું કાપીને ટેબલ પર મૂકવું જોઈએ. ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલય ભારતની સરહદોનું રક્ષણ કરી શકતા નથી. પ્રધાનમંત્રી પોતે કહી રહ્યા છે કે બહારથી લોકો આવીને આપણી માતાઓ અને બહેનો પર નજર રાખી રહ્યા છે અને આપણી જમીનો છીનવી રહ્યા છે, તો કોનો વાંક છે? શું અમારી ભૂલ છે કે તમારી? અહીં તો બીએસએફ છે. અમે પણ તેમનાથી ડરીને જીવીએ છીએ. બાંગ્લાદેશ આપણો મિત્ર દેશ રહ્યો છે, પરંતુ તમારા કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

આ પણ  વાંચો -Pahalgam : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો

ગૃહમંત્રીનું માથું કાપી નાખવાની વાત  કરી

બંગાળ ભાજપે લખ્યું, 'મહુઆ મોઇત્રા ગૃહમંત્રીનું માથું કાપી નાખવાની વાત કરે છે, જે TMCની નિરાશા અને હિંસાની સંસ્કૃતિને ઉજાગર કરે છે, જે બંગાળની છબીને કલંકિત કરી રહી છે અને રાજ્યને પાછળ ધકેલી રહી છે.' બીજેપી પાર્ટીએ તેનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં મોઇત્રા પત્રકારો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે.

પીએમ મોદીને ગાળો આપવા બદલ એક વ્યક્તિની ધરપકડ

જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 'મતદાર અધિકાર યાત્રા' દરમિયાન પીએમ મોદી વિશે અપશબ્દોનો ઉપયોગ કરનાર એક વ્યક્તિની શુક્રવારે બિહાર પોલીસે ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મોહમ્મદ રિઝવી ઉર્ફે રઝા (20) તરીકે કરવામાં આવી છે, જેની દરભંગા શહેરના સિંઘવાડા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. BJP દરભંગા જિલ્લા એકમના પ્રમુખ આદિત્ય નારાયણ ચૌધરીની ફરિયાદના આધારે મોહમ્મદ રિઝવી સહિત અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Tags :
Amit ShahBJPIllegal MigrantsMahua MoitraMahua Moitra gushpaitiyaMahua Moitra ke bigde bolTMCtmc mp
Next Article