"બંગાળમાં પહેલીવાર હિંદુ હ્રદય સમ્રાટ CM બનશે" : BJP સાંસદનો મોટો દાવો
. ભાજપ સાંસદ જ્યોતિર્મય મહતોનો દાવો: બંગાળમાં તુષ્ટિકરણનો અંત આવશે અને 'હિંદુ હ્રદય સમ્રાટ' CM બનશે
. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નિરીક્ષક તરીકે કોલકત્તા પહોંચ્યા, આજે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં CMનું નામ જાહેર થશે
. 294માંથી 207 બેઠકો જીતીને ભાજપે પહેલીવાર બંગાળમાં સરકાર બનાવી, TMC માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ
West Bengal BJP CM Hindu Hriday Samrat: પશ્ચિમ બંગાળ (West Bengal) માં પહેલીવાર ભાજપ (BJP) ની સરકાર બનવા જઈ રહી છે. જો કે રાજ્યના મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ બનેલું છે. આ દરમિયાન ભાજપના સાંસદ જ્યોતિર્મય સિંહ મહતો (Jyotirmay Singh Mahato) એ દાવો કર્યો છે કે રાજ્યમાં હવે તુષ્ટિકરણ (appeasement) ની રાજનીતિ સમાપ્ત થવાની છે અને આગામી 24 કલાકમાં બંગાળમાં એક નવો સૂર્યોદય થશે.
ભાજપના સાંસદ જ્યોતિર્મય મહતોએ કોલકત્તામાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે પશ્ચિમ બંગાળના ઈતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે કે જ્યારે કોઈ હિંદુ હ્રદય સમ્રાટ (Hindu Hriday Samrat) રાજ્યના મુખ્યમંત્રી બનશે.
મહતોએ ટીએમસી (TMC) પર આરોપ લગાવ્યો છે કે તેણે એક વિશેષ વર્ગને ખુશ કરવાના ચક્કરમાં બહુમતી સમુદાયને અવગણ્યો. બંગાળમાં ભાજપની સરકાર બનવાને લઈને તેમણે કહ્યુ છે કે બંગાળની જનતા લાંબા સમયથી બદલાવની રાહ જોઈ રહી હતી અને હવે તે ઘડી આવી ગઈ છે.
#WATCH कोलकाता(पश्चिम बंगाल): भाजपा सांसद ज्योतिर्मय सिंह महतो ने भाजपा विधायक दल की बैठक पर कहा, "पश्चिम बंगाल में पहली बार कोई हिन्दू हृदय सम्राट मुख्यमंत्री बनने वाला है। इतने समय से मुस्लिम तुष्टिकरण किया गया। बंगाल की जनता को मुक्ति मिलेगी। 24 घंटे में बंगाल में नया सूर्योदय… pic.twitter.com/a24LuB3BAS
— ANI_HindiNews (@AHindinews) May 8, 2026
આ પણ વાંચો : બંગાળમાં BJP ની જીત જનતાના દબાયેલા ગુસ્સાનો વિસ્ફોટ: બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન
"TMC સરકારે બંગાળને પાકિસ્તાન જેવું બનાવી દીધું"
મહતોએ તૃણમૂલ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે બંગાળમાં ગત ઘણાં વર્ષોથી માત્ર મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ ચાલી રહી હતી. તેમણે કહ્યુ છે કે ટીએમસી સરકારે બંગાળની સ્થિતિને પાકિસ્તાન (Pakistan) જેવી બનાવી દીધી હતી. બંગાળની જનતાને હવે આઝાદી મળશે. આગામી 24 કલાકમાં બંગાળમાં એક નવો સૂર્ય ઉગશે.
મહત્ત્વપૂર્ણ છે કે ભાજપ બંગાળના નવા મુખ્યમંત્રીનું નામ નક્કી કરશે. તેના માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ (HM Amit Shah) કોલકત્તા પહોંચ્યા છે. આજે સાંજે 4 વાગ્યે ભાજપના ધારાસભ્ય દળની બેઠક થશે. અમિતભાઈ શાહ પર્યવેક્ષક તરીકે આ બેઠકમાં સામેલ થશે.
#WATCH | Union Home Minister Amit Shah offers prayers at the Dakshineswar Kali Temple in Kolkata, West Bengal pic.twitter.com/B0ZBsV2oj3
— ANI (@ANI) May 8, 2026
આ પણ વાંચો : Bengal - Assam ની મુસ્લિમ પટ્ટીમાં સમેટાઈ TMC - કૉંગ્રેસ, તુષ્ટિકરણ પોલિટિક્સનો નરેટિવ મજબૂત બન્યો
પહેલીવાર બંગાળમાં BJP ની સરકાર
બંગાળમાં ભાજપે 207 બેઠકો પર જીત મેળવી છે અને પહેલીવાર રાજ્યમાં તેમની સરકાર બનવા જઈ રહી છે. તેની સાથે જ રાજ્યમાં ટીએમસીના 15 વર્ષના શાસનનો પણ અંત આવ્યો છે. ટીએમસીને આ ચૂંટણીમાં માત્ર 80 બેઠકો જ મળી છે. 4 મેએ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં રાજ્યની 294માંથી 293 બઠકોના પરિણામો જાહેર થયા હતા. હજી ફલતા સીટ પર 21 મેએ પેટાચૂંટણી થવાની બાકી છે, તેની મતગણતરી 24 મેના રોજ થશે.
આ પણ વાંચો : "સૌનો સાથ-સૌનો વિકાસ, હવે થશે સૌનો હિસાબ": દિલીપ ઘોષે બંગાળમાં BJP નો એજન્ડા જણાવ્યો


