Bengal Violence :દક્ષિણ 24 પરગણામાં ISF કાર્યકરોની પોલીસ સાથે અથડામણ, અનેક વાહનોમાં તોડફોડ અને આગચંપી
- બંગાળમાં ફરી ભડકી હિંસા
- અનેક વાહનોમાં તોડફોડ અને આગ
- ISF કાર્યકરોની પોલીસ વચ્ચે અથડામણ
Bengal Violence: પશ્ચિમ બંગાળના ભાંગર વિસ્તારમાં હિંસા (Bengal Violence)થઈ છે. ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ) ના સમર્થકોને કોલકાતા તરફ કૂચ કરતા અટકાવવામાં આવ્યા ત્યારે પરિસ્થિતિ તંગ બની ગઈ. પોલીસે રસ્તો રોકતા પ્રદર્શનકારીઓ હિંસક બન્યા, ત્યારબાદ પોલીસ અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો. વીડિયોમાં, એક પોલીસ વાહન ક્ષતિગ્રસ્ત અને અનેક ટુ-વ્હીલર સળગતા જોવા મળે છે.
બંગાળના ઘણા જિલ્લાઓમાં વ્યાપક હિંસા
મળતી માહિતી મુજબ, વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરવા માટે કોલકાતા આવી રહેલા ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) ના સમર્થકોથી ભરેલી બસોને રસ્તામાં જ રોકવામાં આવી હતી. વક્ફ કાયદા વિરુદ્ધ માલદા, મુર્શિદાબાદ સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વ્યાપક હિંસા જોવા મળી છે અને શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તૃણમૂલ અને ભાજપ સિવાય રાજ્ય વિધાનસભામાં ISF એકમાત્ર પક્ષ છે જેનું પ્રતિનિધિત્વ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે ભાંગરથી કોલકાતાના રામલીલા મેદાન તરફ જતા ISF કાર્યકરોના વાહનોને અટકાવ્યા બાદ તેઓએ બસંતી એક્સપ્રેસવે બ્લોક કરી દીધો હતો.
Anti-Waqf ISF Protestors heading towards Kolkata clash with WB Police & RAF at Basanti Highway pic.twitter.com/29F8xjv0Sn
— Megh Updates 🚨™ (@MeghUpdates) April 14, 2025
આ પણ વાંચો -Murshidabad Violence :સ્થાનિકો સરકારી શાળામાં શરણ લેવા મજબૂર બન્યા!
સમર્થકોથી ભરેલી બસોને રસ્તામાં જ રોકવામાં આવી
મળતી માહિતી મુજબ, વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરવા માટે કોલકાતા આવી રહેલા ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) ના સમર્થકોથી ભરેલી બસોને રસ્તામાં જ રોકવામાં આવી હતી. વક્ફ કાયદા વિરુદ્ધ માલદા, મુર્શિદાબાદ સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વ્યાપક હિંસા જોવા મળી છે અને શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.
Earlier today, Kolkata Police lathicharged the ISF workers at the Basanti Highway, Bhangar South 24 parganas. According to media reports, ahead of the Bangla New Year, the ISF workers were planning to block roads in Kolkata as a mark of protest against the passage of WAQF bill. pic.twitter.com/oxxWylJcuf
— Sourav || সৌরভ (@Sourav_3294) April 14, 2025
આ પણ વાંચો -Bihar Election પહેલા રાજકીય ઉથલપાથલ, NDA સાથે આ પાર્ટીએ ફાડ્યો છેડો
બસંતી એક્સપ્રેસવે બ્લોક કર્યો
તૃણમૂલ અને ભાજપ સિવાય રાજ્ય વિધાનસભામાં ISF એકમાત્ર પક્ષ છે જેનું પ્રતિનિધિત્વ છે.મળતી માહિતી અનુસાર,પોલીસે ભાંગરથી કોલકાતાના રામલીલા મેદાન તરફ જતા ISF કાર્યકરોના વાહનોને અટકાવ્યા બાદ તેઓએ બસંતી એક્સપ્રેસવે બ્લોક કરી દીધો હતો.