Bengaluru : દિલ્હી બાદ બેંગલુરુમાં 40 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
- દિલ્હી બાદ બેંગલુરુમાં 40 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી
- પોલીસ તપાસમાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી
- પોલીસે ધમકીભર્યા ઈમેલ મોકલનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે
- આજે સતત 4 થા દિવસે દિલ્હીની 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે
Bengaluru : આજે દિલ્હી બાદ બેંગલુરુમાં 40 સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ (Bomb Threat) મળી છે. રાજરાજેશ્વરી નગર અને કેંગેરી સહિત ઘણા વિસ્તારોની શાળાઓને આજે ઈમેલ મોકલીને ધમકી આપવામાં આવી હતી. આજે સવારે શાળા પ્રશાસનને ધમકીભર્યા ઈમેલ મળ્યા ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે શાળાઓના દરેક ખૂણામાં તપાસ કરી હતી પરંતુ અત્યાર સુધીની તપાસમાં કોઈ વિસ્ફોટક કે શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે ધમકીભર્યા ઈમેલ મોકલનાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.
TNT વિસ્ફોટકની અપાઈ ધમકી
બેંગલુરુમાં રાજરાજેશ્વરી નગર અને કેંગેરી સહિત ઘણા વિસ્તારોની શાળાઓને આજે ઈમેલ મોકલીને ધમકી આપવામાં આવી હતી. roadkill 333@atomicmail.io નામના ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવ્યો છે. જેમાં સબ્જેક્ટમાં 'શાળાની અંદર બોમ્બ' લખેલ છે. ઈમેલમાં લખ્યું છે કે, શાળાના વર્ગખંડોમાં ટ્રાઈનિટ્રોટોલ્યુએન (TNT) થી બનેલા વિસ્ફોટકો પ્લાસ્ટિકની થેલીઓમાં છુપાવવામાં આવ્યા છે. જે ગમે ત્યારે ફૂટશે. ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ બેંગલુરુ પોલીસ સતર્ક થઈ ગઈ. શાળાઓની બહાર પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શાળાના તમામ રૂમ, રમતના મેદાન અને ઓફિસો ખાલી કરાવવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Delhi : એક સાથે 20 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ચકચાર મચી ગઈ
દિલ્હીની 20 શાળાઓને પણ મળી હતી ધમકી
આજે 18 જુલાઈના રોજ દિલ્હીની 20 થી વધુ શાળાઓને પણ ધમકીઓ મળી છે. આજે ધમકીભર્યા ઈમેલ મેળવનારા શાળાઓમાં સેન્ટ થોમસ સ્કૂલ (દ્વારકા), ગુરુ નાનક પબ્લિક સ્કૂલ (રોહિણી), જીડી ગોએન્કા (દ્વારકા), દ્વારકા ઈન્ટરનેશનલ સ્કૂલ, રિચમંડ સ્કૂલ (પશ્ચિમ વિહાર) અને અભિનવ પબ્લિક સ્કૂલ (રોહિણી સેક્ટર 3)નો સમાવેશ થાય છે. અગાઉ 14 થી 16 જુલાઈ 2025 દરમિયાન કુલ 9 શાળાઓ અને 1 કોલેજ (સેન્ટ સ્ટીફન્સ કોલેજ) ને સતત 3 દિવસ સુધી ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા.
આ પણ વાંચોઃ Bihar : વડાપ્રધાન મોદીનો બિહાર પ્રવાસ રહેશે ખાસ, અનેક વિકાસકાર્યોની આપશે ભેટ