Bengaluru Doctor Murder Case : પત્નીની કુદરતી મોતની કહાની પાછળ હત્યાનું કાવતરું? 6 મહિના બાદ FSL રિપોર્ટથી ખુલ્યુ રહસ્ય
બેંગલુરુમાં એક યુવા મહિલા ડૉક્ટરના મોતને શરૂઆતમાં સામાન્ય ઘટના માનવામાં આવી હતી. પરિવાર પણ આ દુઃખદ હકીકત સ્વીકારી ચૂક્યો હતો, પરંતુ એક વ્યક્તિની શંકાએ સમગ્ર કેસની દિશા બદલી નાખી. મહિનાઓ બાદ સામે આવેલા વૈજ્ઞાનિક પુરાવાએ એવા સવાલો ઊભા કર્યા કે પોલીસને નજીકના સંબંધોની પણ તપાસ કરવી પડી. આખરે સારવાર, વિશ્વાસ અને મોત વચ્ચે એવું કયું રહસ્ય છુપાયેલું હતું, જે આ કેસને ચોંકાવનારો બનાવે છે?
Advertisement
Bengaluru Doctor Murder Case : કર્ણાટકના બેંગલુરુમાં મહિલા ડૉક્ટરના શંકાસ્પદ મોતનો કેસ ચોંકાવનારો બન્યો હતો. શરૂઆતમાં કુદરતી મૃત્યુ માનવામાં આવેલી 29 વર્ષીય ત્વચારોગ નિષ્ણાત ડૉ. કૃતિકા એમ. રેડ્ડીના મોત પાછળ તેમના જ પતિની સંડોવણી હોવાનો પોલીસ તપાસમાં આક્ષેપ થયો હતો. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના રિપોર્ટમાં એનેસ્થેસિયાની દવા પ્રોપોફોલ (Propofol) મળી આવતાં પોલીસે ઓક્ટોબર 2025માં ડૉ. મહેન્દ્ર રેડ્ડીની ધરપકડ કરી હતી.

