Bengaluru stamped :11 લોકો મોત માટે પોલીસ જવાબદાર? CM સિદ્ધારમૈયાનો મોટો નિર્ણય
Bengaluru stamped : બેંગલુરુના ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી ભાગદોડમાં ૧૧ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ મામલાની તપાસ માટે જસ્ટિસ માઈકલ કુન્નાહના નેતૃત્વ હેઠળ એક સભ્યનું કમિશન બનાવવામાં આવ્યું છે. એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ કમિશનર સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ક્રિકેટ સ્ટેડિયમમાં થઇ છે ભયાનક ભાગદોડ
બેંગલુરુના એક ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી ભાગદોડની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. આ અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ દુ:ખદ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને પીડિત પરિવારો માટે પ્રાર્થના કરી છે.
એસઆઇટીની રચના કરવામાં આવી
મુખ્યમંત્રીએ કહ્યું કે આ કેસમાં ઉચ્ચ સ્તરીય તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે. જસ્ટિસ માઈકલ કુન્નાહના નેતૃત્વમાં એક સભ્યનું તપાસ પંચ બનાવવામાં આવ્યું છે, જે સમગ્ર મામલાના તળિયે પહોંચશે. ઉપરાંત, આ ઘટના અંગે એફઆઈઆર નોંધવામાં આવી છે.
Bengaluru stampede | Karnataka CM Siddaramaiah says, "Cubbon Park Police Station Police Inspector, Station House Master, Station House Officer, ACP, Central Division DCP, Cricket Stadium in-charge, Additional Commissioner of Police, Commisioner of Police have been suspended with… pic.twitter.com/3U9YS8CLhm
— ANI (@ANI) June 5, 2025
ચાર આઇપીએસ સહિત આખુ પોલીસ સ્ટેશન સસ્પેન્ડ
સરકારે તાત્કાલિક અસરથી ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તેમના પદ પરથી દૂર કર્યા છે. આમાં એસીપી કબ્બન પાર્ક, ડીસીપી સેન્ટ્રલ ઝોન, એડિશનલ કમિશનર વેસ્ટ ઝોન, બેંગલુરુ શહેર પોલીસ કમિશનર, સ્ટેશન હાઉસ માસ્ટર અને કબ્બન પાર્ક પોલીસ સ્ટેશન ઇન્ચાર્જનો સમાવેશ થાય છે. તે બધાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસે પહેલા જ કર્યો હતો ઇન્કાર
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે સુરક્ષા કારણોસર આ કાર્યક્રમનું આયોજન કરવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત, RCB ને 4 જૂને કાર્યક્રમ યોજવાની મનાઈ ફરમાવી હતી. તેમ છતાં, પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, કાર્યક્રમનું આયોજન કરનાર RCB, KSCA અને DNA કંપનીના પ્રતિનિધિઓની પણ ધરપકડ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.