Bengaluru crime : બે છોકરાની મા સાથે યુવકનું અફેર,બ્રેકઅપ બાદ હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ!
- બેંગલુરુમાં હત્યાની ઘટના સામે આવી
- બે છોકરાની મા સાથે યુવકનું અફેર
- ગુસ્સામાં આવી યુવકે ચાકૂના 17 ઘા મારી દીધા
Bengaluru crime: એક સોફ્ટવેર એન્જિનિયરે(software engineer) OYO હોટેલમાં એક પરિણીત મહિલા અને બે બાળકોની માતા(2 children mothe)ની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી. 25 વર્ષીય એન્જિનિયર 33 વર્ષીય મહિલાના પ્રેમમાં પાગલ હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે, જ્યારે મહિલાએ સંબંધ ખતમ કરવાની વાત કરી, તો આ યુવક હેવાન બની ગયો. તેણે તેની ઉંમરથી મોટી ગર્લફ્રેન્ડ પર છરીથી 17 વાર હુમલો કર્યો. આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી, પરંતુ બે દિવસ પછી પ્રકાશમાં આવી હતી. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ નોંધાઈ છે.
બંને OYO હોટેલમાં મળ્યા હતા
33 વર્ષીય હરિનીને તેના 25 વર્ષીય પ્રેમી યશસે એક હોટલના રૂમમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી. સુબ્રમણ્યપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે હરિની અને યશ વચ્ચે લાંબા સમયથી મિત્રતા હતી. આ સંબંધને કારણે હરિનીના પરિવારમાં ઝઘડા થતાં હતા. તેથી હરિનીએ યશને કહ્યું કે, તે આ સંબંધનો અંત લાવવા માંગે છે. શુક્રવારે રાત્રે બંને બેંગલુરુના પૂર્ણપ્રજા લેઆઉટ વિસ્તારમાં એક OYO હોટેલમાં મળ્યા. ત્યારે તેણે યશને કહ્યું કે, હવે હું આ સંબંધ નહી રાખી શકુ. ત્યાં બંને વચ્ચે તેમના રિલેશનશિપને લઈને ઝઘડો થયો હતો.
આ પણ વાંચો -Axiom Mission : શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન ખરાબ હવામાનને કારણે સ્થગિત!
ગુસ્સામાં ભર્યું ભયાનક પગલું
આ વાત કરતાની સાથે યશ ગુસ્સે ભરાયો અને તેણે હરિણી પર છરી વડે હુમલો કર્યો. ગુસ્સામાં યશસે હરિણી પર 17 વાર છરી વડે હુમલો કર્યો. દક્ષિણના ડીસીપી લોકેશ બી. જગલસરે જણાવ્યું હતું કે 6 અને 7 જૂનની રાત્રે સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. બેંગ્લોર પોલીસે યશની ધરપકડ કરી છે. અગાઉ પણ બેંગ્લોરમાં પ્રેમ અને લગ્નેત્તર સંબંધોમાં હત્યાના ઘણા બનાવો પ્રકાશમાં આવ્યા છે.
આ પણ વાંચો -Tahawwur Rana પરિવાર સાથે કરી શકશે વાત, કોર્ટે રાખી આ શરત
ડીસીપી લોકેશ જગલાસરે માહિતી આપી
ડીસીપી સાઉથ લોકેશ જગલાસરે જણાવ્યું કે 6-7 જૂનના રોજ સુબ્રમણ્યપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 33 વર્ષીય મહિલાની તેના નજીકના મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હતી. આરોપી અને મૃતક મહિલા લગભગ એક વર્ષથી એકબીજાને ઓળખતા હતા. મૃતક મહિલા છેલ્લા બે મહિનાથી ધીમે ધીમે આરોપીથી દૂર રહી રહી હતી અને તેના કારણે આરોપી ગુસ્સે થઈ ગયો અને તેને છરીના ઘા મારીને હત્યા કરી દીધી. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.