ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શાંત સ્વભાવ પાછળ એક કડક અને મજબૂત નેતાગીરીનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે Dr Manmohan Singh

મનમોહન સિંહ સંતની છબી ધરાવતા એક પ્રખર નેતા અને પ્રતિભાશાળી અર્થશાસ્ત્રી તરીકે જાણીતા હતા. તેમના શાંત સ્વભાવ પાછળ એક કડક અને મજબૂત નેતાગીરી છુપાયેલી હતી. એક પ્રસંગ એવો પણ આવ્યો જ્યારે તેમણે પાકિસ્તાન પર મોટો હુમલો કરવાનું વિચાર્યું હતું.
09:25 AM Dec 27, 2024 IST | Hardik Shah
મનમોહન સિંહ સંતની છબી ધરાવતા એક પ્રખર નેતા અને પ્રતિભાશાળી અર્થશાસ્ત્રી તરીકે જાણીતા હતા. તેમના શાંત સ્વભાવ પાછળ એક કડક અને મજબૂત નેતાગીરી છુપાયેલી હતી. એક પ્રસંગ એવો પણ આવ્યો જ્યારે તેમણે પાકિસ્તાન પર મોટો હુમલો કરવાનું વિચાર્યું હતું.
Manmohan Singh on Pakistan Attack

Dr Manmohan Singh : પૂર્વ વડાપ્રધાન અને દેશના પ્રથમ શીખ PM ડૉ. મનમોહન સિંહે ગુરુવારે રાત્રે દિલ્હી AIIMSમાં 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનના સમાચાર સાથે સમગ્ર દેશ શોકમગ્ન થયો છે. અનેક વરિષ્ઠ નેતાઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. મનમોહન સિંહ સંતની છબી ધરાવતા એક પ્રખર નેતા અને પ્રતિભાશાળી અર્થશાસ્ત્રી તરીકે જાણીતા હતા. તેમના શાંત સ્વભાવ પાછળ એક કડક અને મજબૂત નેતાગીરી છુપાયેલી હતી. એક પ્રસંગ એવો પણ આવ્યો જ્યારે તેમણે પાકિસ્તાન પર મોટો હુમલો કરવાનું વિચાર્યું હતું.

ડેવિડ કેમેરોનનો ખુલાસો

પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમેરોને તેમના પુસ્તકમાં મનમોહન સિંહ સાથેના સંબંધો અંગે ખુલાસો કર્યો છે. કેમેરોન, જે 2010 થી 2016 દરમિયાન બ્રિટનના વડાપ્રધાન હતા, મનમોહન સિંહને "સંતપુરુષ" માનતા હતા. તેઓએ જણાવ્યું હતું કે, જુલાઈ 2011માં મુંબઈમાં આતંકવાદી હુમલાઓના પગલે મનમોહન સિંહે પાકિસ્તાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી કરવાનું મન બનાવ્યું હતું. કેમેરોનનું કહેવું છે કે સિંહે તેમને કહ્યું હતું, "જો હવે આટલો મોટો આતંકવાદી હુમલો થાય, તો ભારત માટે પાકિસ્તાન સામે કડક લશ્કરી પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે." આ ઉલ્લેખ દર્શાવે છે કે તેઓ ભારતના રક્ષણ માટે પણ એકદમ ગંભીર અને કડક હતા.

મનમોહન સિંહનો પ્રારંભિક જીવન અને કૌટુંબિક સમર્થન

મનમોહન સિંહનો શૈક્ષણિક પ્રારંભ પણ રસપ્રદ છે. એક સમય હતો જ્યારે તેમણે પ્રિ-મેડિકલ કોર્સમાં પ્રવેશ લીધો હતો, કારણ કે તેમના પિતા ઈચ્છતા હતા કે તેઓ ડૉક્ટર બને. પરંતુ થોડા મહિનાઓમાં જ તેમણે તબીબી અભ્યાસમાં રસ ગુમાવ્યો અને આ દિશામાં આગળ વધવાનું છોડી દીધું. આ વાતનો ઉલ્લેખ તેમની પુત્રી દમન સિંહના પુસ્તકમાં પણ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે 7 દિવસ માટે રદ કર્યા સત્તાવાર કાર્યક્રમો

મનમોહન સિંહના નિધનના પગલે કોંગ્રેસે 7 દિવસ માટે તેમના તમામ સત્તાવાર કાર્યક્રમો રદ કર્યા છે. કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. આમાં તમામ આંદોલનાત્મક અને સંપર્ક કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સિંહના અવસાનથી માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વના રાજકીય દિગ્ગજોમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચો:  ટીમ ઈન્ડિયાએ MCG ના મેદાનમાં કાળી પટ્ટી બાંધી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ

Tags :
Congress Cancels Programs for 7 DaysCongress Tribute to Manmohan SinghDavid Cameron Book RevelationDavid Cameron on Manmohan SinghFirst Sikh Prime Minister of IndiaFormer PM Manmohan Singh DeathGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahManmohan Singh AIIMS DelhiManmohan Singh and Pakistan StrategyManmohan Singh death newsManmohan Singh Early LifeManmohan Singh Economic ReformsManmohan Singh on Pakistan AttackManmohan Singh TributeManmohan Singh's Daughter Daman SinghMumbai Terror Attacks 2011
Next Article