પૂજારીએ પત્નીને ભણાવીને SI બનાવી, ખાખી પહેરતા જ પતિના કામથી આવી શરમ, અને...!
- ભોપાલમાં માનવતાને બાજુ પર મુકી સામાજીક શરમની ઉજાગર કરતી ઘટના સામે આવી
- પતિએ પત્નીનું પોલીસ અધિકારીનું સપનું પુરૂ કરવા પોતાની કમાણી લગાવી દીધી
- પત્નીએ સબ ઇન્સ્પેક્ટર બનતા જ પતિને પોતાનું કામ અને પહેરવેશ બદલવા કહી દીધું
- બંને વચ્ચે સહમતિ નહીં સધાતા આખરે મામલો કોર્ટમાં પહોંચ્યો છે
Bhopal Lady SI File Divorce Case Against Pujari Husband : ભોપાલ ફેમિલી કોર્ટમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે, જેને લઇને સંબંધો, મહત્વાકાંક્ષા અને ઓળખ અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ કેસ એક પોલીસ અધિકારી પત્ની અને તેના પતિ સાથે સંબંધિત છે. પુજારી પતિનો દાવો છે કે, તેણે તેની કમાણીનો મોટો હિસ્સો તેની પત્નીના શિક્ષણ અને પોલીસ અધિકારી બનવાની તૈયારીમાં લગાવ્યો હતો. જો કે, હવે તેની સામે છૂટાછેડાનો કેસનો મુકવામાં આવ્યો છે, કારણ કે, પોલીસ પત્નીને પતિનો પોશાક, વ્યવસાય અને ઓળખ શરમજનક લાગે છે. મહિલા તાજેતરમાં સબ-ઇન્સ્પેક્ટર બની હતી. થોડા સમય પછી, તેણીએ છૂટાછેડા માટે અરજી કરી છે. તેણીનો દાવો છે કે, તેણીની તેના પતિના ધોતી-કુર્તા પહેરવેશ, તેના વાળમાં ચોટલી અને પુજારી તરીકેની ભૂમિકાથી સામાજિક રીતે શરમ અનુભવે છે.
નોકરી પર જોડાયા બાદ બંને વચ્ચે બધું બદલાયું
બીજી તરફ પતિનો દાવો છે કે, તેમના લગ્ન સમયે, તેની પત્નીનું સ્વપ્ન પોલીસમાં જોડાવાનું હતું, અને તેણે તેને પૂરા દિલથી ટેકો આપ્યો હતો. તે મંદિરમાં પૂજા અને ધાર્મિક વિધિઓ કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો, અને તે આવકથી જ પત્નીના કોચિંગ, શિક્ષણ અને પરીક્ષાની તૈયારી માટે પૈસા પૂરા પાડતો હતો. આ દંપતી ત્રણથી ચાર વર્ષ સુધી સાથે રહ્યું હતું. બાદમાં પત્નીએ પરીક્ષા પાસ કરી, તાલીમ લીધી અને નોકરીમાં જોડાઈ હતી, અને ત્યારથી બંને વચ્ચેના સંબંધ બદલાવ આવવા લાગ્યો હતો.
કામ બંધ કરવા માટે જણાવ્યું
પત્નીએ પતિને વાળ કાપવા, પોશાક બદલવા અને પૂજારી તરીકેનું કામ બંધ કરી દેવા માટે જણાવ્યું હતું, આ સામે પતિએ ના પાડી અને સ્પષ્ટ કહ્યું કે, તેનો ધર્મ, પોશાક અને તેનું કામ તેની ઓળખ છે, જેને તે છોડશે નહીં. બાદમાં પછી પત્ની કોર્ટમાં ગઈ હતી. કોર્ટમાં દંપતિ વચ્ચે કાઉન્સેલિંગના અનેક રાઉન્ડ થયા હતા, પરંતુ કોઈ ઉકેલ મળ્યો શક્યો નહતો, કૌટુંબિક સલાહકાર શૈલ અવસ્થીના મતે, જીવનશૈલી અને સામાજિક સ્થિતિમાં અચાનક તફાવત આવે ત્યારે સંબંધોમાં સંઘર્ષ વધે છે.
અંતર ધીમે ધીમે સંબંધોનો નાશ કરે છે
તેમનું કહેવું છે કે, "જ્યારે એક જીવનસાથી ઝડપથી આગળ વધે છે, અને બીજો જ્યાં છે ત્યાં રહે છે, ત્યારે સ્વીકૃતિ ઓછી થવા લાગે છે. આ અંતર ધીમે ધીમે સંબંધનો નાશ કરે છે." આ કહાની કાયદા વિશે નથી, પરંતુ માનવતા વિશે છે. જ્યાં સપના પૂરા થયા હતા... પરંતુ સંબંધ તૂટી ગયો છે.
આ પણ વાંચો -------- 51 વર્ષ બાદ USA માં દેખાયું 'Doomsday Plane', દુનિયાભરમાં ચર્ચા છેડાઇ


