BIG BREAKING : ‘પહલગામ હુમલાના ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્ત રિપોર્ટ મોકલાયો હતો’ ખડગેનો દાવો
- મલ્લિકાર્જુન ખડગેએ કર્યો મોટો દાવો
- ત્રણ દિવસ પહેલા PM મોદીને ગુપ્તચર અહેવાલ મોકલ્યા
- કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો.
BIG BREAKING : ગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ (Mallikarjun Kharges)દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જમ્મુ અને કાશ્મીરમાં સંભવિત આતંકવાદી હુમલા અંગે ગુપ્તચર અહેવાલ આપવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો.
મલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો
ઝારખંડના રાંચીમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ દાવો કર્યો હતો કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન મોદીને ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો.તેમણે કહ્યું કે આ એક ગુપ્તચર નિષ્ફળતા છે. સરકારે તેને સ્વીકારી લીધું છે અને હવે તેઓ તેમાં સુધારો કરશે. જો સરકારને આ વાતની ખબર હતી તો તેમણે કંઈ કેમ ન કર્યું? મને ખબર પડી કે હુમલાના ત્રણ દિવસ પહેલા પીએમ મોદીને એક ગુપ્તચર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. આ પછી જ તેમનો કાશ્મીર પ્રવાસ રદ કરવામાં આવ્યો. મેં પણ આ સમાચારપત્રમાં વાંચ્યું છે.તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા જ્યારે 17 ઘાયલ થયા હતા. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.
#WATCH | Ranchi, Jharkhand: During Samvidhan bachao rally, Congress chief Mallikarjun Kharge says, " There is intelligence failure, govt has accepted it and they will resolve it. If they knew this, why didn't they do anything?...I got information that 3 days before the attack,… pic.twitter.com/xftdPJXgm5
— ANI (@ANI) May 6, 2025
આ પણ વાંચો -India Attack on Pakistan : આવી ગઇ Pakistan ની અંતિમ ઘડી!, કાલે દેશભરમાં વાગશે ઈમરજન્સી સાયરન
ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી
પહેલગામ હુમલા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) એ તાત્કાલિક અસરથી સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. આ પહેલી વાર છે જ્યારે ભારતે આટલી મોટી અને કડક કાર્યવાહી કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મોટા યુદ્ધો થયા છે પરંતુ આ સંધિ પહેલાં ક્યારેય સ્થગિત કરવામાં આવી નથી.
આ પણ વાંચો -India-Pak Tension: યુદ્ધના ભણકારા વચ્ચે દિલ્હી પોલીસ સ્ટેશન પહોંચ્યું LRAD સિસ્ટમ
ભારતીય હવાઈ ક્ષેત્ર 23 મે સુધી બંધ કરી દેવામાં આવ્યું
કેબિનેટ સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે, વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે 1960ની સિંધુ જળ સંધિ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને સમર્થન આપવાનું બંધ ન કરે.આ પછી, ભારત સરકારે ભારતમાં પાકિસ્તાન સંબંધિત ઘણી યુટ્યુબ ચેનલો પર પણ પ્રતિબંધ મૂક્યો. ઉપરાંત, પાકિસ્તાની વિમાનો માટે ભારતીય હવાઈ ક્ષેત્ર 23 મે સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.