ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BIG BREAKING: 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ મુદ્દે દિલ્હી સરકારનો યુટર્ન!

દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ નવી દિલ્હીમાં લાગુ કરવામાં આવેલા ELV નિયમ મુદ્દે પ્રદુષણ વિભાગના CAQM (Commission for Air Quality Management)ને ઔપચારિક પત્ર લખી તેની પ્રમુખ ખામીઓ ઉજાગર કરી તેને પાછો ખેંચવાનો નિર્ણય જણાવ્યો હતો.
06:34 PM Jul 03, 2025 IST | Hiren Dave
દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ નવી દિલ્હીમાં લાગુ કરવામાં આવેલા ELV નિયમ મુદ્દે પ્રદુષણ વિભાગના CAQM (Commission for Air Quality Management)ને ઔપચારિક પત્ર લખી તેની પ્રમુખ ખામીઓ ઉજાગર કરી તેને પાછો ખેંચવાનો નિર્ણય જણાવ્યો હતો.
Delhi Government

Delhi pauses fuel ban on old vehicles: નવી દિલ્હીમાં 1 જુલાઈથી લાગુ એન્ડ ઓફ લાઈફ વ્હિકલ (ELV) પોલિસી હેઠળ વાહનોને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ નવી દિલ્હીમાં લાગુ કરવામાં આવેલા ELV નિયમ મુદ્દે પ્રદુષણ વિભાગના CAQM (Commission for Air Quality Management)ને ઔપચારિક પત્ર લખી તેની પ્રમુખ ખામીઓ ઉજાગર કરી તેને પાછો ખેંચવાનો નિર્ણય જણાવ્યો હતો. જેથી આ નિયમની પુનઃસમીક્ષા કરવાની માગ ઉભી થઈ છે.

 

દિલ્હીમાં આ નિયમ લાગુ કરવો અસંભવ

સરકારે જણાવ્યું કે, વર્તમાનમાં દિલ્હીમાં આ નિયમ લાગુ કરવો અસંભવ છે. કારણકે, પ્રજાને તેનાથી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વ્યવહારિક ધોરણે પડકારો નડી રહ્યા હોવાથી જ્યાં સુધી સમગ્ર NCRમાં આ નિયમ સમાન રૂપે લાગુ નહીં થાય ત્યાં સુધી દિલ્હીમાં તેનો અમલ કરાશે નહીં. જેથી હવે 15 વર્ષ જૂના વાહનોને ફરી પેટ્રોલ-ડિઝલ મળશે. રાજ્ય સરકારે આ નિયમ હેઠળ 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ લાદતા પેટ્રોલ-ડિઝલ આપવાનો મનાઈ કરતો હુકમ રજૂ કર્યો હતો.

આ પણ  વાંચો -Heavy Rain : કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યૂ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત

પ્રદુષણ ઘટાડવા લાદી હતી પોલિસી

પ્રદુષણ ઘટાડવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે 10 વર્ષ જૂના ડીઝલ તેમજ 15 વર્ષ જૂના સીએનજી અને પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકતી પોલિસી જાહેર કરી હતી. જે અંતર્ગત આ વાહનોને પેટ્રોલ-ડીઝલ કે ગેસ આપવાની મનાઈ કરવામાં આવી હતી. જો કે, પોલિસીમાં અનેક ખામીઓ હોવાની ફરિયાદો તેમજ સ્થાનિકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લેતાં તેને રદ કરવા નિર્ણય લીધો છે.

આ પણ  વાંચો -Disha Salian Case: આદિત્ય ઠાકરેને મોટી રાહત, દિશા સલિયન મૃત્યુ કેસમાં મળી ક્લીનચીટ

દિલ્હી સરકારની નવી પોલિસીના નિયમો

 

Tags :
CAQM RulesDelhi GovernmentDelhi Pollution ControlEnd of Life VehiclesLetter to CAQMNCR PolicyParvesh VermaPollution LevelVehicle BanVehicle Seizure
Next Article