Uttarkashi Cloudburst : વાદળ ફાટવાની ઘટનાને લઈ મોટા સમાચાર, આર્મીના 8-10 જવાન ગુમ
Uttarkashi Cloudburst : ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની (Uttarkashi Cloudburst)ઘટના અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું છે કે નીચલા હર્ષિલ વિસ્તારમાં એક કેમ્પમાંથી 8-10 ભારતીય સેનાના સૈનિકો(Indian Army Soldiers) ગુમ થયાના અહેવાલ છે.
ભારતીય સેનાના અધિકારીએ શું કહ્યું
ભારતીય સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે,ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટનામાં નીચલા હર્ષિલ વિસ્તારમાં એક કેમ્પમાંથી 8-10 ભારતીય સેનાના જવાનો ગુમ થયાના અહેવાલ છે. આ ઘટનામાં તેમના પોતાના માણસો ગુમ થયા હોવા છતાં, ભારતીય સેનાના જવાનો રાહત કામગીરીમાં રોકાયેલા છે.
બ્રિગેડ કમાન્ડર બ્રિગેડિયર મનદીપ ઢિલ્લોનનું નિવેદન પણ બહાર આવ્યું
ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના અંગે બ્રિગેડ કમાન્ડર બ્રિગેડિયર મનદીપ ઢિલ્લોને જણાવ્યું હતું કે,આજે ધારાલી ગામમાં ભૂસ્ખલન અને હિમપ્રપાત થયો હતો. હર્ષિલ પોસ્ટ પર સ્થિત ભારતીય સેનાના સ્તંભે સૌથી પહેલા પ્રતિક્રિયા આપી હતી અને 10 મિનિટમાં ગામમાં પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી ચાલુ છે. લગભગ 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે. થોડીવાર પછી,ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટના આર્મી કેમ્પ અને અમારા બચાવ દળોના એક ભાગને પણ અસર કરી.
આ પણ વાંચો -Dharali Village Flood : 34 સેકેન્ડમાં ગામ આખું તણાઈ ગયું, લોકો જીવ બચાવવા આમતેમ દોડતા રહ્યા
વાયુસેનાના અધિકારીએ કહ્યું-રાહત કામગીરી માટે હેલિકોપ્ટર તૈયાર છે
વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે,ભારતીય વાયુસેનાના ચિનૂક Mi-17 V5, ચિત્તા અને ALH હેલિકોપ્ટર ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં રાહત કામગીરી માટે ચંદીગઢ વાયુસેના સ્ટેશન પર સક્રિય રીતે સ્ટેન્ડબાય પર છે. આ હેલિકોપ્ટર જરૂરી સાધનો અને સામગ્રી સાથે તૈયાર છે અને હવામાન સાફ થતાં જ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઉડાન ભરશે.
આ પણ વાંચો -બિહાર બાદ હવે પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા અંગે ચૂંટણીપંચનો આદેશ
ગંગોત્રી ધામની પાસે છે પ્રભાવિત વિસ્તાર
આ ઘટના બહુ ગંભીર છે.અને આ સ્થાનિક લોકો માટે ઘણી મુશ્કેલીઓ લઈને આવી છે. પાણી સાથે કાટમાળ પણ તણાઈને આવતા ઘણા લોકો અંદર દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.આ વિસ્તારમાં હજુ પણ વરસાદ ચાલુ છે અને એવામાં ફરી એકવાર વાદળ ફાટવાની સંભાવના સેવાઈ રહી છે.