Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bihar : પૂરગ્રસ્તોની સહાય માટે પહોંચેલું વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ

બિહારના મુઝફ્ફરપુરમાં એરફોર્સનું હેલિકોપ્ટર પૂરના પાણીમાં પડ્યું બચાવ કાર્ય માચે પહોંચ્યું હતું હેલિકોપ્ટર લગભગ 16 લાખ લોકો પૂરથી પ્રભાવિત બિહારના મુઝફ્ફરપુરમાં એરફોર્સનું એક હેલિકોપ્ટર પૂરના પાણીમાં પડી ગયું છે. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ...
bihar   પૂરગ્રસ્તોની સહાય માટે પહોંચેલું વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ
  • બિહારના મુઝફ્ફરપુરમાં એરફોર્સનું હેલિકોપ્ટર પૂરના પાણીમાં પડ્યું
  • બચાવ કાર્ય માચે પહોંચ્યું હતું હેલિકોપ્ટર
  • લગભગ 16 લાખ લોકો પૂરથી પ્રભાવિત

બિહારના મુઝફ્ફરપુરમાં એરફોર્સનું એક હેલિકોપ્ટર પૂરના પાણીમાં પડી ગયું છે. હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત ઔરાઈના મધુબન બેસીમાં થયો હતો. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 4 લોકો હાજર હતા. દુર્ઘટનામાં તમામને ઈજા થઈ હતી પરંતુ તેમની હાલત સ્થિર છે.

Advertisement

રાહત સામગ્રી માટે ગયું હતું હેલિકોપ્ટર

વાયુસેનાએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અકસ્માત કેમ થયો? અને દોષ કોનો હતો? વાયુસેનાએ હાલમાં આ અંગે કોઈ માહિતી શેર કરી નથી. એરફોર્સના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હેલિકોપ્ટર બિહારના સીતામઢી જિલ્લામાં પૂર પીડિતો માટે ખોરાક અને અન્ય વસ્તુઓ લઈ જઈ રહ્યું હતું. દુર્ઘટના બાદ તપાસ ટીમ ત્યાં હાજર પાયલોટ અને અન્ય સૈનિકોની પૂછપરછ કરી રહી છે અને મામલાની વધુ તપાસ કરી રહી છે. જણાવી દઇએ કે, હાલમાં બિહાર પૂરની ઝપેટમાં છે. બધે માત્ર પાણી જ દેખાય છે. લગભગ 16 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. લોકોને પૂરના પાણીમાંથી બચાવવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા પોલીસ, NDRF, SDRFની સાથે એરફોર્સની મદદ લેવામાં આવી છે. એરફોર્સના હેલિકોપ્ટર બિહારના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને ખાદ્યપદાર્થો વહેંચી રહ્યા છે.

Advertisement

ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા

મળી રહેલી માહિતી અનુસાર, ગામલોકોએ પાણીમાં તરીને જવાનોને બહાર કાઢ્યા હતા. ઘાયલ સૈનિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીડીઓ ઔરાઈ અને ઔરાઈ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલ જવાનોને હોસ્પિટલમાં લઈ ગઇ હતી. આ ઈમરજન્સી લેન્ડિંગની જાણકારી મળ્યા બાદ તમામ અધિકારીઓ ત્યાં પહોંચી ગયા હતા. જિલ્લાના ડીએમ સુબ્રત સેને એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે NDRF ની ટીમ અને સ્થાનિક લોકો દ્વારા સેનાના 4 જવાનોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, તેઓ ઘાયલ છે પરંતુ તમામની સારવાર ચાલી રહી છે અને તમામ સુરક્ષિત છે.

આ પણ વાંચો:  Bihar માં એક મોટો અકસ્માત, પિતૃ પક્ષ મેળામાં તર્પણ કરવા આવેલા સગીર નદીમાં ડૂબ્યા, 2 ના મોત

Advertisement

Tags :
Advertisement

.