Bihar: લ્યો બોલો! પતિ 4 વર્ષ જેની હત્યાના ગુના માટે જેલમાં રહ્યો તે પત્ની તો જીવતી નીકળી
- પતિ મારતો અને પિતા નજર બગાડતો હતોઃ મહિલા
- આત્યહત્યા કરવા ગઈ પણ કોઈ યુવકે તેને બચાલી લીધી
- અજ્ઞાત લાશને પિતાએ પોતાની દીકરીના લાશ માની લીધી
Bihar: બિહાર (Bihar)ના ભોજપુર જિલ્લાની એક અજીબ કહાની બની છે. વાત કઈક એવી છે કે, એક મહિલા ધર્મશીલા દેવીની એક છોકરા સાથે લગ્ન થયા છે. તેના લગ્ન છપરા જિલ્લાના દીપક સાથે થયા હતા. પરંતુ સામે આવું આવ્યું કે, પતિ મહિલાને ખુબ જ મારતો હતો. જેથી મહિલા પતિથી કંટાળીને તેના માતા-પિતાના ઘરે આવી જાય છે. થોડા સમય બાદ તેની માતાનું પણ નિધન થઈ જાય છે. પછી મહિલાનો પિતા તેના પર નજર બગાડે છે. જેથી આ બધાથી કંટાળીને મહિલા આત્મહત્યા કરી લે છે, એવું સામે આવ્યું હતું. પરંતુ વાસ્તવમાં એવું હોતું નથી. અહીં એક વ્યક્તિ તેને બચાવી લે છે, અને મહિલા સાથે લગ્ન કરીને જતો રહે છે.
અજ્ઞાત લાશને પોતાની દીકરીના લાશ માની લીધી
જો કે, કહાની હવે શરૂ થયા છે. મહિલાના પિતાને એવું લાગે છે કે, પોતાની દીકરીનું મોત થયું છે. જેથી તેના જમાઈ સામે ફરિયાદ કરી દે છે. જો કે, પોલીસે પણ આ મામલે કાર્યવાહી કરી અને મહિલાના પતિની ધરપકડ કરી લે છે. થોડા સમય બાદ એક અજ્ઞાત લાશ મળી આવે છે. જેની મહિલાના પિતાએ પોતાની દીકરીના લાશ માની લીધી હતી. જો કે, વાસ્તવમાં લાશ તે મહિલા ધર્મશીલા દેવીની નહોતી. પરંતુ છતાં કાર્યવાહી ચાલે છે અને પતિને સજા ફટકારવામાં આવે છે.
આ પણ વાંચો: ‘વધારે બાળકો પેદા કરો’ ચંદ્રબાબુ નાયડુએ લોકોને આપી સલાહ, જાણે શું છે કારણ
મહિલાની એક ભૂલ અને પતિ ચાર વર્ષ જેલમાં કાઢ્યાં
પતિએ 4 વર્ષ સુધી જેલમાં સજા ભોગવે છે અને પછી તેની પત્ની જીવતી હોવાનું સામે આવ્યું છે. કારણ કે, પોલીસને મહિલા જીવતી મળી આવી છે. મહિલા ધર્મશીલા દેવી સહર બ્લોકની રહેવાસી છે. Bihar પોલીસે ધર્મશીલા દેવીને શોધી કાઢ્યા અને કોર્ટમાં 164 નું નિવેદન આપ્યા બાદ સદર હોસ્પિટલમાં તેણીની તબીબી તપાસ કરાવી. 17 ઓક્ટોબર, 2024 ના રોજ, ટાઉન પોલીસ સ્ટેશને ધર્મશિલા દેવીને મીરગંજ વિસ્તારમાંથી શોધી કાઢ્યા અને ચૌરી પોલીસ સ્ટેશનને સોંપી દીધા.વાસ્તવમાં પતિએ સજા એવા ગુનામાં ભોગવી તે ગુનો તો તેણે કર્યો જ નહોતો.
આ પણ વાંચો: Jharkhand ચૂંટણી માટે BJP ની પ્રથમ યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
મહિલાનો સગો બાપ અવૈધ સંબંધવા માંગતો હતો
ધર્મશીલા બયાન આપતા આગળ જણાવ્યું છે કે, જ્યાં લગ્ન થયા હતા ત્યાં પતિ તેને ખૂબ જ મારતો હતો. જેના કારણે તે અહીં પોતાના માતા પિતાના ઘરે આવી ગઈ હતી. જ્યારે બે મહિના પછી માતાનું અવસાન થયું હતું. મારી માતાના મૃત્યું પછી તેનો સગો બાપ ગેરકાયદેસર સંબંધવા માંગતો હતો. જ્યારે હું સૂતો હતો ત્યારે મારી નજીક આવ્યો અને તે ગેરકાયદેસર સંબંધ રાખવા માંગતો હતો. જેથી તેણે આત્યહત્યા કરવાનો વિચાર કર્યો પરંતુ તેને એક યુવકે બચાવી લીધી અને પછી તેની સાથે જ લગ્ન કરી લીધા હતા. અત્યારે ધર્મશીલાને બે બાળકો પણ છે. હવે આગળ શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું!
આ પણ વાંચો: Telangana : કેન્દ્રીય મંત્રીને વિરોધ કરવો ભારે પડ્યો, થઇ અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો