ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar Cabinet Expansion: બિહારમાં ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણ, 7મંત્રી BJPના

બિહારમાં ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણ નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા ભાજપ 7 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા Bihar Cabinet Expansion:બિહાર ચૂંટણી પહેલા (Bihar Cabinet Expansion)આજે નીતિશ કુમાર મંત્રીમંડળનું (cm nitish kumar cabinet)વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સાંજે ચાર...
05:49 PM Feb 26, 2025 IST | Hiren Dave
બિહારમાં ચૂંટણી પહેલા કેબિનેટ વિસ્તરણ નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા ભાજપ 7 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા Bihar Cabinet Expansion:બિહાર ચૂંટણી પહેલા (Bihar Cabinet Expansion)આજે નીતિશ કુમાર મંત્રીમંડળનું (cm nitish kumar cabinet)વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સાંજે ચાર...
cm nitish kumar cabinet

Bihar Cabinet Expansion:બિહાર ચૂંટણી પહેલા (Bihar Cabinet Expansion)આજે નીતિશ કુમાર મંત્રીમંડળનું (cm nitish kumar cabinet)વિસ્તરણ કરવામાં આવ્યું હતું. સાંજે ચાર વાગ્યે રાજ્યપાલે બિહાર સરકારના નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. એક પછી એક, ભાજપ( bjp)ના 7 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા હતા.

 

જીવેશ મિશ્રાએ મંત્રી પદના શપથ લીધા

જીવેશ મિશ્રાએ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ અગાઉ નીતિશ કેબિનેટના સભ્ય પણ રહી ચૂક્યા છે. દરભંગાની જાલે બેઠકના ધારાસભ્ય જીવેશ કુમારે મૈથિલીમાં શપથ લીધા. જીવેશ મિશ્રા નવેમ્બર 2020 થી ઓગસ્ટ 2022 સુધી શ્રમ મંત્રી હતા. તેઓ ભૂમિહાર સમુદાયના છે.

સુનિલ કુમારે મંત્રી પદના શપથ લીધા

સુનિલ કુમારે મંત્રી પદના શપથ લીધા. તેઓ જૂન 2013 માં ભાજપમાં જોડાયા હતા. સુનીલ કુમાર વ્યવસાયે ડૉક્ટર છે, તેમણે ત્રણ ફિલ્મો પણ બનાવી છે. તેઓ 2005 અને 2010માં JDUના ધારાસભ્ય હતા. હાલમાં તેઓ બિહારશરીફથી ભાજપના ધારાસભ્ય છે. સુનિલ કુમાર કુશવાહા સમુદાયના છે.

રાજુ કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા

ભાજપના ધારાસભ્ય રાજુ કુમાર સિંહે મંત્રી પદના શપથ લીધા. રાજુ કુમારે લોક જનશક્તિ પાર્ટીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતા. 2022ની ચૂંટણી VIP ટિકિટ પર લડી અને જીતી અને થોડા સમય પછી અન્ય 2 ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા. તેઓ સાહેબગંજના ભાજપના ધારાસભ્ય છે. રાજપૂત સમુદાયમાંથી આવે છે.

 

કૃષ્ણ કુમાર મન્ટુએ મંત્રી પદના શપથ લીધા

કૃષ્ણ કુમાર મન્ટુએ મંત્રી તરીકે શપથ લીધા, તેઓ 2015 માં ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. ૨૦૨૦ માં ફરી ચૂંટણી જીતી. તેમણે પોતાની રાજકીય કારકિર્દી મુખિયા તરીકે શરૂ કરી હતી. તેઓ સારણના અમનૌરથી ભાજપના ધારાસભ્ય છે. તે કુર્મી સમુદાયમાંથી આવે છે.

આ પણ  વાંચો -Mahakumbh 2025: મહાશિવરાત્રીમાં અત્યાર સુધી 1.18 કરોડ શ્રદ્ધાળુઓનું પવિત્ર સ્નાન!

મોતીલાલ પ્રસાદે મંત્રી પદના શપથ લીધા

ભાજપના ધારાસભ્ય મોતીલાલ પ્રસાદે મંત્રી પદના શપથ લીધા છે. તે તેલી સમુદાયમાંથી આવે છે. તેઓ બે વાર વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે.

આ પણ  વાંચો -જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો, રાજૌરીમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો

ભાજપના ધારાસભ્ય વિજય કુમાર મંડલ મંત્રી બન્યા

ભાજપના ધારાસભ્ય વિજય કુમાર મંડલે મંત્રી પદના શપથ લીધા. તેમણે 1995માં ભારતીય પ્રગતિશીલ પાર્ટી તરફથી ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે 2015 અને 2020 માં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતી. તેઓ સિકાટી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.

આ પણ  વાંચો -શશિ થરૂર કરી રહ્યા છે કન્ફ્યુઝ! ભાજપના વખાણ કર્યાની 8મી મિનિટે કોંગ્રેસનો જયજયકાર

સંજય સરાવગી મંત્રી બન્યા

નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ શરૂ થયું છે, એક પછી એક 7 ભાજપના ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન, ભાજપના ધારાસભ્ય સંજય સરાવગી પણ મંત્રી બન્યા.

 

Tags :
Bihar Cabinet Expansionbihar new ministers oathBJPBJP Ministercm nitish kumar cabinetdeputy cm samrat choudharyJeevesh Mishra oathKrishna Kumar Mantu oathMotilal Prasad oathRaju Singh oathSanjay Saraogi oath
Next Article