Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bihar માં મંત્રીમંડળનું વિસ્તરણ, સમ્રાટ ચૌધરીની ટીમમાં મોટા ફેરફાર, મંગલ પાંડેનું પત્તું કપાયું

બિહારમાં સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં નવી કેબિનેટનું વિસ્તરણ રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નીતીશ સરકારના અનેક જૂના મંત્રીઓને ફરી તક મળી છે, પરંતુ ભાજપના મંગલ પાંડે સહિત ત્રણ મજબૂત નેતાઓને બહારનો રસ્તો દેખાડી દેવાયો છે. શું વિધાનસભામાં લોકગાયિકા મૈથિલી ઠાકુરે ઉઠાવેલા પ્રશ્નો આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ છે?
bihar માં મંત્રીમંડળનું વિસ્તરણ  સમ્રાટ ચૌધરીની ટીમમાં મોટા ફેરફાર  મંગલ પાંડેનું પત્તું કપાયું
Advertisement
  • Bihar કેબિનેટમાં ધરખમ ફેરફાર: મંગલ પાંડે આઉટ!
  • સમ્રાટ ચૌધરી સરકારનું ભવ્ય મંત્રીમંડળ વિસ્તરણ સંપન્ન
  • મૈથિલી ઠાકુરના સ્વાસ્થ્યના આકરા સવાલો મંગલ પાંડેને નડ્યા
  • નીતીશના પુત્ર સહિત કુલ 32 નેતાઓએ લીધા મંત્રીપદના શપથ
  • નારાયણ પ્રસાદ અને સુરેન્દ્ર મહેતા જેવા દિગ્ગજોની પણ રજા
  • જ્ઞાતિગત સમીકરણો અને નવા ચહેરાઓ પર ભાજપનો મોટો દાવ

બિહારના (Bihar) રાજકારણમાં ગુરુવારે એક મોટો વળાંક આવ્યો છે. સમ્રાટ ચૌધરી (Samrat Choudhary) ના નેતૃત્વ હેઠળની એનડીએ (NDA) સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આ શપથ ગ્રહણ સમારોહમાં કુલ 32 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. જોકે, આ વિસ્તરણમાં સૌથી વધુ ચર્ચા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે (Mangal Pandey) ની બાદબાકીને લઈને થઈ રહી છે.

Bihar: જ્ઞાતિ અને પક્ષનું સંતુલન

નવી કેબિનેટમાં જ્ઞાતિગત સમીકરણો અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીઓની પસંદગી કરવામાં આવી છે. ભાજપ (BJP) કોટામાંથી 15 મંત્રીઓએ શપથ લીધા છે, જ્યારે જેડીયુ (JDU) માંથી 13 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચિરાગ પાસવાનની પાર્ટી (LJP-R) માંથી બે, જીતનરામ માંઝીની 'હમ' પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીમાંથી એક-એક પ્રતિનિધિને સ્થાન મળ્યું છે. નીતીશ કુમારના પુત્રના સમાવેશથી આ મંત્રીમંડળમાં પરિવારવાદ અને નવા લોહીનું મિશ્રણ પણ જોવા મળ્યું છે.

Advertisement

Advertisement

મંગલ પાંડેની વિદાય પાછળનું 'મૈથિલી ઠાકુર' કનેક્શન

મંગલ પાંડે બિહાર ભાજપના કદાવર નેતા માનવામાં આવે છે. તેઓ 2017 થી 2022 અને ત્યારબાદ ફરીથી સ્વાસ્થ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. પરંતુ આ વખતે તેમનું પત્તું કપાયું છે. તેની પાછળનું મુખ્ય કારણ ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન થયેલો વિવાદ હોવાનું મનાય છે.

પ્રખ્યાત લોકગાયિકા અને ભાજપના ધારાસભ્ય મૈથિલી ઠાકુરે (Maithili Thakur) ગૃહમાં પોતાના મતવિસ્તારની હોસ્પિટલોની બદહાલીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "હોસ્પિટલની છત પરથી પ્લાસ્ટર પડી રહ્યું છે અને દીવાલોમાં તિરાડો છે, શું સરકાર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે?" તે સમયે મંગલ પાંડેએ આપેલો બચાવ મૈથિલીને સંતોષી શક્યો નહોતો અને તેમણે ગૃહમાં જ મંત્રીને આડેહાથ લીધા હતા. આ ઘટનાના ત્રણ મહિનામાં જ મંગલ પાંડેને મંત્રીપદ ગુમાવવું પડ્યું છે.

અન્ય કોની રજા થઈ?

મંગલ પાંડે સિવાય નારાયણ પ્રસાદ અને સુરેન્દ્ર મહેતાને પણ આ વખતે સમ્રાટ કેબિનેટમાં જગ્યા મળી નથી. નારાયણ પ્રસાદ અગાઉ આપત્તિ વ્યવસ્થાપન અને પ્રવાસન મંત્રી રહી ચૂક્યા છે, જ્યારે સુરેન્દ્ર મહેતા પશુપાલન મંત્રી હતા. ભાજપના આ ત્રણેય દિગ્ગજોની વિદાય એ સંકેત આપે છે કે પાર્ટી હવે નવા ચહેરાઓ અને પર્ફોર્મન્સ પર વધુ ભાર મૂકી રહી છે.

આ પણ વાંચો ; Ahmedabad: હિન્દુ-મુસ્લિમ લગ્ન મુદ્દે કોર્ટ બહાર VHP ના કાર્યકરોનો વિરોધ, જાણો મામલો

Tags :
Advertisement

.

×