Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bihar Cabinet Expansion: નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સહિત JDU ના 12 નેતાઓ કાલે લેશે શપથ!

બિહારમાં સત્તાના સમીકરણો રાતોરાત બદલાવા જઈ રહ્યા છે. પટણાનું ગાંધી મેદાન એક ઐતિહાસિક શપથવિધિનું સાક્ષી બનશે, જ્યાં નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારની એન્ટ્રી સૌના આકર્ષણનું કેન્દ્ર છે. પીએમ મોદી અને અમિત શાહની હાજરીમાં યોજાનાર આ મેગા વિસ્તરણમાં કયા પક્ષને કેટલું વજન મળ્યું છે અને કયા દિગ્ગજોના પત્તા કપાયા છે, તે જાણવા માટે સૌ કોઈ આતુર છે.
bihar cabinet expansion  નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર સહિત jdu ના 12 નેતાઓ કાલે લેશે શપથ
Advertisement
  • ગાંધી મેદાનમાં આવતીકાલે બપોરે 12:10 વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાશે (Bihar Cabinet Expansion)
  • નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર JDU ક્વોટામાંથી મંત્રી બને તેવી શક્યતા
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કાર્યક્રમમાં આપશે વિશેષ હાજરી
  • ભાજપ અને JDU વચ્ચે 12-12 મંત્રી પદોની ફોર્મ્યુલા પર સહમતી સધાઈ

બિહારના રાજકારણમાં (Bihar Politics) આવતીકાલે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી (Samrat Choudhary) ની NDA સરકારનું ભવ્ય મંત્રીમંડળ વિસ્તરણ પટણાના ઐતિહાસિક ગાંધી મેદાન (Gandhi Maidan) ખાતે યોજાશે. આ સમારોહની સૌથી મોટી ચર્ચા નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર (Nishant Kumar) ની છે, જેઓ JDU ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લે તેવી પ્રબળ શક્યતા છે. આ કાર્યક્રમને આગામી ચૂંટણીઓ પહેલા NDA નું મોટું શક્તિ પ્રદર્શન (Power Show) માનવામાં આવી રહ્યું છે.

Bihar Cabinet Expansion:  ગાંધી મેદાનમાં શપથવિધિનું આયોજન

ગુરુવારે બપોરે ૧૨:૧૦ વાગ્યે શરૂ થનારા આ શપથ ગ્રહણ સમારોહમાં અંદાજે ૨૯ મંત્રીઓ પદ અને ગોપનીયતાના શપથ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સવારે 11:30 કલાકે પટણા પહોંચશે, જ્યારે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) યાદીને આખરી ઓપ આપવા એક દિવસ વહેલા આવી શકે છે. અગાઉ 15 એપ્રિલે જ્યારે સમ્રાટ ચૌધરીએ શપથ લીધા ત્યારે કાર્યક્રમ સાદો હતો, પરંતુ આ વખતે ભાજપ (BJP) અને JDU તેને ભવ્ય બનાવવા જઈ રહ્યા છે.

Advertisement

Advertisement

મંત્રીમંડળમાં દરેક ઘટક પક્ષને યોગ્ય સ્થાન આપવા માટે ખાસ ફોર્મ્યુલા તૈયાર કરાઈ છે:

ભાજપ (BJP): 12 મંત્રી પદ

જનતા દળ યુનાઇટેડ (JDU): 12 મંત્રી પદ

LJP (રામવિલાસ): 3 મંત્રી પદ

HAM અને RLJD: 1-1 મંત્રી પદ

નિશાંત કુમાર સહિત આ દિગ્ગજોના નામની ચર્ચા

JDU ક્વોટામાંથી નિશાંત કુમાર (Nishant Kumar) ઉપરાંત શ્રવણ કુમાર, અશોક ચૌધરી અને લેસી સિંહ જેવા 12 નામો નિશ્ચિત મનાય છે. જ્યારે ભાજપ તરફથી વિજય કુમાર સિંહા (Vijay Kumar Sinha), મંગલ પાંડે અને શ્રેયસી સિંહ (Shreyasi Singh) ના નામ રેસમાં છે. ચિરાગ પાસવાનની પાર્ટી (LJPR) માંથી સંજય સિંહ અને સંજય પાસવાનના નામ મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો: TVK Government Claim: તમિલનાડુમાં થલાપતિ વિજયે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

Tags :
Advertisement

.

×