ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar : રમકડું સમજી બાળકે સાપને મોઢામાં નાખી દીધો અને પછી...

10 મહિનાના બાળકે સાપને મોઢામાં નાખ્યો, પિતા ચોંકી ગયા! નવાડામાં અજીબોગરીબ ઘટના: બાળકે રમતા રમતા સાપને પકડી લીધો! બાળકના હાથમાં સાપ, પરિવારમાં ફફડાટ! Bihar News : બિહારના નવાદામાંથી એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 10 મહીનાના...
03:37 PM Oct 21, 2024 IST | Hardik Shah
10 મહિનાના બાળકે સાપને મોઢામાં નાખ્યો, પિતા ચોંકી ગયા! નવાડામાં અજીબોગરીબ ઘટના: બાળકે રમતા રમતા સાપને પકડી લીધો! બાળકના હાથમાં સાપ, પરિવારમાં ફફડાટ! Bihar News : બિહારના નવાદામાંથી એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 10 મહીનાના...
Bihar Snake

Bihar News : બિહારના નવાદામાંથી એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 10 મહીનાના બાળક હર્ષે રમતા રમતા સાપ (Snake) ને પકડી લીધો હતો. તેટલું જ નહીં તેણે આ સાપને પોતાના મોઢામાં મૂકી દીધો હતો. જ્યારે બાળકના પિતાએ આ દ્રશ્ય જોયું તો તેઓ પહેલા તો ચોંકી ગયા હતા. જોકે, પ્રથમ દ્રષ્ટિએ તેઓ સમજ્યા કે બાળકના હાથમાં કોઇ રમકડું છે પણ જ્યારે તેમને અહેસાસ થયો કે આ તો સાપ છે તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

બાળકે સાપને મોઢામાં નાખ્યો

જણાવવામાં આવી રહ્યું છે કે મામલો નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શિવનગર વિસ્તારનો છે. ચંદ્રમણિ કાંત નામના વ્યક્તિનો 10 મહિનાનો પુત્ર હર્ષ રમી રહ્યો હતો. પછી ક્યાંકથી સાપ તેની પાસે પહોંચ્યો, બાળકે સાપને પકડીને મોઢામાં નાખ્યો. થોડા સમય પછી ચંદ્રમણિની નજર તેના પુત્ર હર્ષ પર પડી અને તેને લાગ્યું કે તે કોઈ રમકડા સાથે રમી રહ્યો છે, પરંતુ જ્યારે તેણે નજીક જઈને ધ્યાનથી જોયું તો તેને ખબર પડી કે તે સાપ છે. હર્ષના માતા-પિતાએ સાપને જોયો કે તરત જ તેઓ સાપને મારી નાખ્યા અને તરત જ બાળકને હોસ્પિટલ લઈ ગયા. તપાસ બાદ ડોક્ટરે કહ્યું કે બાળકના જીવને કોઈ ખતરો નથી. તે એકદમ સ્વસ્થ છે.

સદનસીબે સાપ ઝેરી નહોતો

તપાસમાં જાણવા મળ્યું કે સાપ ઝેરી ન હતો. આ કારણોસર બાળક પર કોઈ ખતરો નહોતો. જણાવવામાં આવી રહ્યું છે કે બાળક માત્ર 10 મહિનાનો હતો. તે સાપને ઓળખી ન શક્યો અને તેની સાથે રમવા લાગ્યો. જો તે ઝેરી સાપ હોત તો બાળકનું મૃત્યુ થઈ શક્યું હોત. આ ઘટના બાદ લોકોને સલાહ આપવામાં આવી છે કે બાળકો સાથે આવી બેદરકારી ન કરવી જોઈએ. આના કારણે બાળકોના મોત પણ થઈ શકે છે. જો સાપ ઝેરી હોત તો તેને બચાવવો મુશ્કેલ હતો, સદનસીબે સાપ બિલકુલ ઝેરી નહોતો.

આ પણ વાંચો:  VIDEO: દિલ્હીમાં ફરી બબાલ, બે જૂથોનો સામસામે આડેધડ ગોળીબાર, એકનું મોત

Tags :
10-month-old baby snake biteBIhar NewsBihar Shocking NewsBIHAR SNAKEBihar toddler snake incidentChild bites snakechild snakeChild unharmed snake biteGujarat FirstHardik ShahNon-venomous snake incidentParents shocked toddler snakesnake and childSnake in mouthSnake killed by childSnake mistaken for toy
Next Article