Bihar : વડાપ્રધાનના અપમાનનો વિવાદ વકર્યો, ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે થઈ હિંસક અથડામણ
- BJP Vs Congress,
- પટનામાં રાજકીય વિરોધે હિંસાત્મક સ્વરુપ લીધું છે
- વડાપ્રધાનનું અપમાન કરવાનો મુદ્દે હિંસા ભડકી ઉઠી છે
- વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે થઈ મારામારી
Bihar : વડાપ્રધાન મોદી (PM Modi) નું અપમાન કરવાનો મુદ્દો બિહારના પટનામાં ગરમાયો છે. પટનામાં ભાજપ વિરુદ્ધ કોંગ્રેસ (BJP Vs Congress) ની સ્થિતિ વણસી ગઈ છે. પટનાના કોંગ્રેસ કાર્યાલય પર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રીતસરના બાખડી પડ્યા. કાર્યકર્તાઓએ વિરોધી કાર્યકર્તાઓ પર લાકડીઓના છુટ્ટા ઘા કર્યા. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપબાજી પણ થઈ રહી છે.
BJP Vs Congress
તાજેતરમાં દરભંગાના અથરબેલમાં કોંગ્રેસ રેલી દરમિયાન વડાપ્રધાન મોદીને સ્ટેજ પરથી અપશબ્દો કહેવાનો વિવાદ હવે વકર્યો છે. આ ઘટના બાદ આજે પટનાના કોંગ્રેસ ભવન બહાર ભાજપના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન માટે એકત્ર થયા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિ વણસી ગઈ અને ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે (BJP Vs Congress) આવી ગયા. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રીતસરના બાખડી પડ્યા. કાર્યકર્તાઓએ વિરોધી કાર્યકર્તાઓ પર લાકડીઓના છુટ્ટા ઘા કર્યા.
BJP vs Congress Gujarat First-29-08-2025---
આ પણ વાંચોઃ કોંગ્રેસના મંચ પરથી PM Modi ને અપશબ્દો કહેવાના કેસમાં ધરપકડ
ભાજપનો કોંગ્રેસ પર આક્ષેપ
બિહારના પટનામાં કોંગ્રેસ ભવન ખાતે BJP Vs Congress નો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ઘટના બાદ બંને પક્ષો સામસામી આક્ષેપબાજી કરી રહ્યા છે. બિહારમાં ભાજપ સરકારના મંત્રી નીતિન નવીને કહ્યું કે, હું કોંગ્રેસના નેતાઓને ચેતવણી આપું છું. તમે વડાપ્રધાનનું અપમાન કર્યું છે. ભાજપનો દરેક કાર્યકર્તા આનો બદલો લેશે. અમે શાંતિપૂર્ણ વિરોધ કરવા આવ્યા હતા પરંતુ કોંગ્રેસ કાર્યાલયની અંદરથી ઈંટો અને પથ્થર ફેંકવામાં આવી રહ્યા છે. ભાજપના કાર્યકરો બંદૂકો અને ઈંટોથી ડરતા નથી. અમે આ અપમાનનો બદલો લઈશું. જ્યારે ભાજપ ધારાસભ્ય અરુણ કુમારનો દાવો છે કે, કોંગ્રેસ કાર્યકરો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ઘણા કાર્યકરોના માથા ભાંગી ગયા હતા. ભાજપ નેતાએ કોંગ્રેસ કાર્યકરો વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે.
Gujarat First-29-08-2025----
કોગ્રેસની પ્રતિક્રિયા
આ સમગ્ર ઘટનામાં ભાજપે કોંગ્રેસ પર જે આક્ષેપ લગાવ્યા છે તેના પર કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસના કાર્યકર્તા ડો. આશુતોષે કહ્યું કે, આનો યોગ્ય જવાબ આપવામાં આવશે. આ સમગ્ર ઘટનામાં સરકારની સંડોવણી છે. નીતિશ કુમાર જે કામ કરાવી રહ્યા છે તે સંપૂર્ણપણે અયોગ્ય છે. કોંગ્રેસના કાર્યકરોએ પોલીસ સામે સૂત્રોચ્ચાર કર્યા અને પ્રદર્શન પણ કર્યું.
આ પણ વાંચોઃ Uttarakhand Cloudburst : રુદ્રપ્રયાગ-ચમોલીમાં સ્થિતિ વણસી, મુખ્યમંત્રી ધામીએ આપ્યા જરુરી આદેશ