ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar Election 2025 : મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે, જેડીયુની સ્પષ્ટતા

બિહાર વિધાનસભા ચૂંટણી જીત્યા પછી મુખ્યમંત્રી કોણ બનશે તે યક્ષ પ્રશ્નનો જવાબ જનતાદળ યુનાઈટેડ (JDU)એ સ્પષ્ટ કરી દીધો છે. JDU નેતા મહેશ્વર હજારીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. વાંચો વિગતવાર.
11:27 AM Jul 20, 2025 IST | Hardik Prajapati
બિહાર વિધાનસભા ચૂંટણી જીત્યા પછી મુખ્યમંત્રી કોણ બનશે તે યક્ષ પ્રશ્નનો જવાબ જનતાદળ યુનાઈટેડ (JDU)એ સ્પષ્ટ કરી દીધો છે. JDU નેતા મહેશ્વર હજારીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે. વાંચો વિગતવાર.
Bihar Election 2025 Gujarat First

Bihar Election 2025 : અત્યારે સમગ્ર દેશની નજર બિહાર વિધાનસભા ચૂંટણી અને તેના પરિણામો પર ટકેલી છે. તેમાંય બિહારના મુખ્યમંત્રી કોણ બનશે તે તો યક્ષ પ્રશ્ન બની ગયો છે. જો કે બિહારમાં મુખ્યમંત્રી કોણ બનશે તે મુદ્દે JDU નેતા મહેશ્વર હજારી (Maheshwar Hazari) એ નિવેદન આપીને પક્ષનું વલણ સ્પષ્ટ કર્યુ છે. તેમણે કહ્યું છે કે, JDU ફર્સ્ટ ડિવિઝનમાં આવે કે થર્ડ ડિવિઝનમાં પણ મુખ્યમંત્રી તો નીતિશ કુમાર (Nitish Kumar) જ બનશે.

ભાજપને સંદેશ આપવાનો પ્રયાસ

જેડીયુ નેતા મહેશ્વર હજારી (Maheshwar Hazari) એ કહ્યું કે, જેડીયુ ફર્સ્ટ ડિવિઝનમાં આવે કે થર્ડ ડિવિઝનમાં મુખ્યમંત્રી તો નીતિશ કુમાર જ બનશે. તેઓ ગમે તે રીતે સીએમ બનશે. આ અંગે કોઈએ ખચકાટ ન કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે ચૂંટણી અગાઉ બિહારમાં મુખ્યમંત્રી પદ માટે ખેંચતાણ ચાલી રહી છે. તેમાંય વળી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) એ તાજેતરમાં જ મુખ્યમંત્રી વિષયક ચોખવટ ન કરી હતી તેથી જેડીયુ આવા નિવેદનો કરીને ભાજપને પોતાનો જવાબ આપી રહ્યું છે. થોડા મહિના અગાઉ પણ જેડીયુએ પોસ્ટરો લગાવીને ભાજપને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. જેડીયુએ પટણામાં પોતાના પક્ષ કાર્યાલયની બહાર એક મોટું પોસ્ટર લગાવ્યું છે, જેમાં લખ્યું છે - '25 સે 30, ફરી નીતિશ.'

આ પણ વાંચોઃ Operation Sindoor : ભારતે પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રોના મુખ્ય મથક કિરાના હિલ્સને પણ ટાર્ગેટ કરી હતી, ચોંકાવનારો દાવો

કોણે છે મહેશ્વર હજારી ?

જેડીયુના નેતૃત્વવાળી એનડીએ ગઠબંધન સરકારમાં મહેશ્વર હજારી મંત્રી છે. તેઓ બિહાર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે. અગાઉ ઘણા મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. તેઓ કહે છે કે, જેડીયુ પહેલા ડિવિઝનમાં આવે કે ત્રીજા ડિવિઝનમાં, નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે. તેઓ મુખ્યમંત્રી બનશે આ અંગે કોઈને કોઈ ખચકાટ ન હોવો જોઈએ. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું હતું કે, સમ્રાટ ચૌધરી (Samrat Chaudhary) ના નેતૃત્વમાં ભાજપ પૂર્વીય રાજ્ય (બિહાર) માં ચૂંટણી જીતશે. તેના જવાબમાં પણ જેડીયુએ પટણામાં ઠેર ઠેર '25 સે 30, ફરી નીતિશ.' સૂત્ર દર્શાવતા પોસ્ટર ચોંટાડીને ભાજપને પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

આ પણ વાંચોઃ ‘એક વૃક્ષ 'માં'ના નામે’ અભિયાનમાં CJI સહિત અનેક જજ જોડાયા, પીએમ મોદીએ કહ્યું- આ ભાગીદારી પ્રેરણાદાયક

Tags :
'25 se 30again Nitish'Amit ShahBihar Assembly Elections 2025 JDU BJP allianceChief MinisterGujarat FirstGUJARAT FIRST NEWSJDUMaheshwar Hazarinitish kumarsamrat chaudhary
Next Article