બિહારની રાજનીતિમાં હવે નવો વળાંક! ચૂંટણી રણનીતિકારે બનાવી પોતાની અલગ પાર્ટી, જાણો કોણ બન્યા અધ્યક્ષ
- બિહારમાં નવા રાજનીતિક પક્ષની એન્ટ્રી
- ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બનાવી અલગ પાર્ટી
- કાર્યવાહક અધ્યક્ષ તરીકે મનોજ ભારતીના નામની કરી જાહેરાત
Jan Suraaj Party Chief : બિહારની રાજનીતિમાં હવે એક નવા પક્ષે પ્રવેશ કરી લીધો છે. આજે મહાત્મા ગાંધીની જન્મજયંતિના અવસર પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે બિહારમાં તેમની જન સૂરજ પાર્ટી (jan Suraaj Party) ની જાહેરાત કરી હતી. પ્રશાંત કિશોર જે અત્યાર સુધી અન્ય પાર્ટીઓ માટે ચૂંટણીની રણનીતિ બનાવતા હતા તે હવે તેમની પોતાની પાર્ટી માટે ચૂંટણીની રણનીતિ બનાવશે. જણાવી દઇએ કે, જન સૂરજ અભિયાનના સ્થાપક પ્રશાંત કિશોરે જન સૂરજ પાર્ટી (jan Suraaj Party) બનાવવાની અને પાર્ટીના પ્રથમ નેતા મનોજ ભારતીના નામની જાહેરાત કરી છે.
કાર્યવાહક અધ્યક્ષ તરીકે મનોજ ભારતીના નામની જાહેરાત
પ્રશાંત કિશોરે પટનાના વેટરનરી કોલેજ મેદાનમાં જન સૂરજ પાર્ટીના કાર્યવાહક અધ્યક્ષ મનોજ ભારતીના નામની જાહેરાત કરી હતી, જેઓ મધુબનીના રહેવાસી છે અને દલિત જાતિમાંથી આવે છે. કાર્યવાહક પ્રમુખ મનોજ ભારતી ભારતીય વિદેશ સેવાના નિવૃત્ત અધિકારી છે. પ્રશાંત કિશોરે કહ્યું છે કે નવા પ્રમુખની પસંદગી આવતા વર્ષે માર્ચ સુધીમાં કરવામાં આવશે. પ્રશાંત કિશોર કોઈ દલિતને પાર્ટીના અધ્યક્ષ બનાવી શકે તેવી ચર્ચા પહેલાથી જ હતી. મનોજ ભારતી મધુબનીના રહેવાસી છે. જમુઈ અને નેતરહાટમાંથી સ્કૂલિંગ કર્યા બાદ મનોજે IIT માંથી અભ્યાસ કર્યો છે. મનોજ ભારતી, જેઓ પાછળથી IFS ઓફિસર બન્યા, ઘણા દેશોમાં રાજદૂત રહી ચુક્યા છે.
#WATCH पटना, बिहार जन सुराज के संस्थापक प्रशांत किशोर ने आधिकारिक तौर पर अपनी राजनीतिक पार्टी - जन सुराज पार्टी की शुरूआत की।
प्रशांत किशोर ने कहा, "जन सुराज अभियान 2-3 साल से चल रहा है। लोग पूछ रहे हैं कि हम पार्टी कब बनाएंगे। हम सभी को भगवान का शुक्रिया अदा करना चाहिए, आज… pic.twitter.com/DW8LVIJmYc
— ANI_HindiNews (@AHindinews) October 2, 2024
મનોજ ભારતીના નામની જાહેરાત કરતા પ્રશાંત કિશોરે શું કહ્યું?
પ્રશાંત કિશોરે મનોજ ભારતીના નામની જાહેરાત કરતા કહ્યું કે, જ્યારે તેમણે કહ્યું કે હું નેતા નહીં બનીશ તો લોકોએ કહ્યું કે તમારા જેવો સક્ષમ વ્યક્તિ કેવી રીતે મળશે. પ્રશાંતે કહ્યું કે મનોજ ભારતી અમારા કરતા વધુ સક્ષમ છે. પ્રશાંત કિશોર IITમાં નથી ગયા, મનોજ ભારતી ગયા છે. પ્રશાંત કિશોર IFS ન બન્યા, મનોજ ભારતી IFS રહ્યા. મીડિયા સાથે વાત કરતા PK એ મુખ્ય પાર્ટીઓના પ્રદેશ અધ્યક્ષોના નામ લીધા હતા અને કહ્યું હતું કે જ્યારે તેમના અધ્યક્ષનું નામ બહાર આવશે તો બધા ચોંકી જશે. પ્રશાંતે કહ્યું હતું કે જો તેમની પાર્ટીના અધ્યક્ષની સરખામણી અન્ય પ્રમુખો સાથે કરવામાં આવે તો દરેકને ગર્વ થશે.
પાર્ટી બનાવતા પહેલા 5000 KM ની પદયાત્રા
પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે એક કરોડ સભ્યો સાથે પાર્ટીની રચના કરવામાં આવશે. આ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ, નેતૃત્વ પરિષદ અને પાર્ટીના બંધારણની પણ જાહેરાત કરવામાં આવશે. પાર્ટીની જાહેરાત પહેલા પ્રશાંત કિશોરે 17 જિલ્લાઓની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન, તેમણે 5000 કિલોમીટરની પદયાત્રા સાથે 5 હજાર 500 ગામોમાં ચૌપાલ અને સભાઓ કરી છે. પ્રશાંત કિશોરે સ્થળાંતરથી લઈને બેરોજગારી, શિક્ષણ અને પછાતપણાની સમસ્યાઓને પાર્ટીના મુદ્દાઓ બનાવ્યા છે.
આ પણ વાંચો: Prashant Kishor ની નવી પાર્ટીની આવતીકાલે જાહેરાત...