ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar: વિધાનસભામાં ઊગ્ર ચર્ચા, વિમાનમાં એક-બીજાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જાણો નીતિશ-માંઝી વચ્ચેની મુલાકાત અંગે

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી વચ્ચે એક મહિના પહેલા વિધાનસભામાં ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ત્યારે મુખ્યમંત્રીએ એક એવી વાત કહી હતી કે જેનાથી સંપૂર્ણ સદનમાં સન્નાટો છવાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમે કયાંના મુખ્યમંત્રી...
11:25 PM Dec 18, 2023 IST | Vipul Sen
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી વચ્ચે એક મહિના પહેલા વિધાનસભામાં ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ત્યારે મુખ્યમંત્રીએ એક એવી વાત કહી હતી કે જેનાથી સંપૂર્ણ સદનમાં સન્નાટો છવાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમે કયાંના મુખ્યમંત્રી...

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી વચ્ચે એક મહિના પહેલા વિધાનસભામાં ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ત્યારે મુખ્યમંત્રીએ એક એવી વાત કહી હતી કે જેનાથી સંપૂર્ણ સદનમાં સન્નાટો છવાયો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તમે કયાંના મુખ્યમંત્રી છો! જો કે, હવે સોમવારે જ્યારે બંને દિલ્હીના પ્રવાસ પર હતા ત્યારે પ્લેનમાં મળ્યા હતા અને માંઝીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જ્યારે નીતિશ કુમારે પણ માંઝીના અભિવાદનનો માત્ર હાથ જોડીને જવાબ જ ન આપ્યો, પરંતુ પહેલાની જેમ તેમની તબિયત વિશે પણ પૂછ્યું હતું.

મંગળવારે નવી દિલ્હીમાં આયોજિત I.N.D.I.A.ની બેઠકમાં હાજરી આપવા માટે મુખ્યમંત્રી તેમના કેબિનેટ મંત્રી સંજય ઝા સાથે વિમાનમાં સવાર થયા હતા. તેમની નજર ભાજપના વરિષ્ઠ નેતા સૈયદ શાહનવાઝ હુસૈન પર પડી. તેઓ બેઠા હતા. હુસૈન ઊભા થયા અને તેમનું અભિવાદન કર્યું. ત્યાર પછી મુખ્યમંત્રીની નજરી જીતનરામ માંઝી પર પડી હતી. તેઓ પણ મુખ્યમંત્રીને જોઈને ઊભા થયા અને તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું.

નીતિશ કુમારે જીતનરામ માંઝીની તબિયત વિશે પૂછ્યું

માહિતી મુજબ, માંઝી સાથે એક વૃદ્ધ મહિલા પણ બેઠા હતા. મહિલાએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. માઝીએ જણાવ્યું કે આ મહિલા તેમના ધર્મ પત્ની છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમને પ્રણામ કરીને તેમની તબિયત વિશે પૂછ્યું. જ્યારે મુખ્યમંત્રીએ જીતનરામ માંઝીને પણ હાથી જોડીને પ્રણામ કર્યા અને તબિયત વિશે પૂછ્યું હતું.

આ પણ વાંચો - Haryana: વિધાનસભામાં એવું તો શું થયું કે અચાનક CM ખટ્ટરે ગીતા પર હાથ રાખી સોગંદ ખાધા, કહ્યું- જો કોઈ અધિકારી…!

 

Tags :
Bihar politicsBJPDelhiJDUJitanRam Manjhinitish kumar
Next Article