પ્રેમમાં પાગલ પ્રેમિકા! પ્રેમીને જેલમાંથી છોડાવવા મોબાઈલ ટાવર પર ચઢી, ગામમાં મચી દોડધામ
- Girl Climbs Mobile Tower : બિહારમાં યુવતી ચઢી મોબાઈલ ટાવર પર!
- પોલીસે પ્રેમી પવન ચૌહાણને કસ્ટડીમાં લેતા જ પ્રેમિકાનો પિત્તો ગયો
- "પ્રેમીને મુક્ત કરો નહીંતર નીચે કૂદીશ", ટાવર પર ચઢી યુવતીએ મચાવ્યો હોબાળો
- ગામના લોકો અને પોલીસની કલાકોની સમજાવટ બાદ પણ યુવતી રહી અડગ
- સુરક્ષિત રેસ્ક્યુ બાદ પોલીસે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી તપાસ શરૂ કરી
Girl Climbs Mobile Tower :બિહારના ગોપાલગંજ (Gopalganj) જિલ્લામાંથી ફિલ્મી સ્ટાઈલનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક યુવતી તેના પ્રેમીને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવાની માંગ સાથે હાઈ-વોલ્ટેજ મોબાઈલ ટાવર (Mobile Tower) પર ચઢી ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.
Girl Climbs Mobile Tower : શું હતો સમગ્ર વિવાદ?
આ ઘટના ગોપાલગંજ જિલ્લાના બેંકટા (Bankata) વિસ્તારની છે. મળતી માહિતી મુજબ, યુવતી અને તેનો પ્રેમી પવન ચૌહાણ બંને એક જ વિસ્તારના રહેવાસી છે. થોડા દિવસો પહેલા યુવતી અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ હતી, જેના કારણે તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે શંકાના આધારે પ્રેમી પવન ચૌહાણને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધો હતો.
प्रेमी की रिहाई के लिए टावर पर चढ़ी प्रेमिका!
7 साल से चल रहा था प्रेम प्रसंग रात को मिलने गए थे। गांव वालों ने प्रेमी को पकड़कर पुलिस के हवाले किया, तो प्रेमिका ने टावर पर चढ़कर हाई वोल्टेज ड्रामा शुरू कर दिया।
अंत में पुलिस को प्रेमी को मौके पर लाना पड़ा, तब जाकर। वीरु' की… pic.twitter.com/XKlhssOXW2
— TANVEER (@mdtanveer87) March 7, 2026
ટાવર પર ચઢી આપી આત્મહત્યાની ધમકી
જ્યારે યુવતીને ખબર પડી કે પોલીસે તેના પ્રેમીને પકડી લીધો છે, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી અને વિરોધ નોંધાવવા ગામ પાસેના મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. તેણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જ્યાં સુધી પવનને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તે નીચે ઉતરશે નહીં. યુવતી ટાવરની ટોચ પર પહોંચી જતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ઘણા લોકો તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તો કેટલાક આ ડ્રામાનો વીડિયો (Viral Video) ઉતારવામાં વ્યસ્ત હતા.
પોલીસે પ્રેમીને બોલાવી મામલો થાળે પાડ્યો
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કલાકોની સમજાવટ છતાં યુવતી ટસની મસ ન થતા, આખરે પોલીસે પરિસ્થિતિ સંભાળવા પ્રેમી પવન ચૌહાણને ટાવર પાસે બોલાવ્યો હતો. પવનને નજર સામે જોતા જ યુવતી શાંત પડી હતી અને ધીમે ધીમે નીચે ઉતરવા સંમત થઈ હતી. પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Uttarakhand ના રાજ્યપાલ ગુરમીત સિંહના હેલિકોપ્ટરનું શ્રીનગર પાસે ઈમરજન્સી લેન્ડિંગ


