Bihar: પટણામાં કોંગ્રેસની પદયાત્રામાં બબાલ, કન્હૈયા કુમારની પોલીસે કરી અટકાયત
- પટણામાં કોંગ્રેસની પદયાત્રામાં બબાલ
- કન્હૈયા કુમારની પટણા પોલીસે કરી અટકાયત
- પોલીસે કોંગ્રેસના કાર્યકરો પર કર્યો લાઠી ચાર્જ
Bihar News: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસ(congress) નેતા કન્હૈયા કુમારની (kanhaiya kumar)પટણા પોલીસે અટકાયત (Patna Police)કરી છે. પોલીસે કન્હૈયાની સાથે સાથે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદયભાન અને સ્ટેટ પ્રેસિડન્ટ ગરીબદાસ સહિત 30થી વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે.મુખ્યમંત્રી આવાસ પર દેખાવો કરવા જઈ રહેલાં કોંગ્રેસના કાર્યકરોને અટકાવવા માટે પોલીસે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પરંતુ કોંગ્રેસે પીછેહટ ન કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાયા બાદ મામલો થાળે પડ્યો હતો.
કન્હૈયાને કેમ કસ્ટડીમાં લેવામાં આવ્યો?
પટના પોલીસે NSUI ના રાષ્ટ્રીય પ્રભારી કન્હૈયા કુમાર અને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કર્યા બાદ તેમને કોતવાલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. કોંગ્રેસના કાર્યકરોના 'સ્થળાંતર રોકો, નોકરી આપો' કૂચ દરમિયાન, જ્યારે તેમને મુખ્યમંત્રીના નિવાસસ્થાન તરફ આગળ વધતા અટકાવવામાં આવ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું. વાસ્તવમાં, યુથ કોંગ્રેસના કાર્યકરો સીએમ હાઉસનો ઘેરાવ કરવા અને સીએમ નીતિશ કુમારને મેમોરેન્ડમ સુપરત કરવા માંગતા હતા. કન્હૈયા કુમારની સાથે યુથ કોંગ્રેસના અનેક પદાધિકારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. તેને પટનાના કોતવાલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.
Police detained Kanhaiya Kumar during a protest in Patna. pic.twitter.com/2eqj4kvIFR
— زماں (@Delhiite_) April 11, 2025
આ પણ વાંચો -BAPS ના સ્વામી બ્રહ્મવિહારીદાસની PM મોદી સાથે મુલાકાત, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિકાસ પર ચર્ચા
મારી લડાઈ બેરોજગારીથીઃ કન્હૈયા કુમાર
કન્હૈયા કુમારના નેતૃત્વ હેઠળ કોંગ્રેસે 16 માર્ચથી પશ્ચિમી ચંપારણના ભિતિહરવાં સ્થિત ઐતિહાસિક ગાંધી આશ્રમથી 'પલાયન રોકો, નોકરી દો' સુત્રોચ્ચાર સાથે પદયાત્રાની શરૂઆત કરી હતી. જે આજે પટના પહોંચી પૂર્ણ થઈ હતી. ત્યારબાદ કન્હૈયા કુમાર કોંગ્રેસના કાર્યકરો સાથે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને દેખાવો કરવા જઈ રહ્યા હતાં. આ પદયાત્રામાં કન્હૈયાએ નિવેદન આપ્યું હતું કે, બેરોજગારી હટાવો યાત્રા....સંવિધાન બચાવો યાત્રા....અનામત વધારો યાત્રા.... આખા દેશમાં શરૂ કરી હતી. દેશના વાસ્તવિક મુદ્દાઓ અમે ઉઠાવ્યા હતા. મારી લડાઈ જ બેરોજગારી સાથે છે... હવે અન્ય પક્ષ પણ અમારી સાથે જોડાઈ રહ્યા છે.
આ પણ વાંચો -PM એ એરપોર્ટ પર ઉતરતા જ માંગ્યો રિપોર્ટ....જાણો શું કહ્યું અધિકારીઓને ?
પ્રદર્શનકારીઓ પર હળવો લાઠીચાર્જ
શુક્રવારે કોંગ્રેસ પટનામાં રસ્તા પર ઉતરી આવી. કન્હૈયા કુમારના નેતૃત્વમાં કોંગ્રેસે પટણામાં મોટું વિરોધ પ્રદર્શન કર્યું અને સીએમ હાઉસનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો. જોકે, પોલીસે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનને અધવચ્ચે જ અટકાવી દીધું હતું, ત્યારબાદ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે પાણીનો મારો ચલાવ્યો અને પરિસ્થિતિ કાબુ બહાર જતા પોલીસે વિરોધીઓ પર હળવો લાઠીચાર્જ પણ કર્યો. આ પછી, કન્હૈયા કુમાર સહિત ઘણા વિરોધીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.