ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar : ગોપાલ ખેમકા હત્યાકાંડમાં હથિયારો પૂરા પાડનાર વિકાસનું પોલીસ એન્કાઉન્ટરમાં થયું મૃત્યુ

પટનાના ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસ (Gopal Khemka Murder Case) માં હથિયારો પૂરા પાડનાર વિકાસ ઉર્ફે રાજાનું પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. વાંચો વિગતવાર.
10:22 AM Jul 08, 2025 IST | Hardik Prajapati
પટનાના ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસ (Gopal Khemka Murder Case) માં હથિયારો પૂરા પાડનાર વિકાસ ઉર્ફે રાજાનું પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. વાંચો વિગતવાર.
Gujarat First UP encounter

Bihar : બિહારના પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસ (Gopal Khemka Murder Case) માં પોલીસને વધુ એક સફળતા મળી છે. અત્યંત ચકચારી એવા ગોપાલ ખેમકા હત્યાકાંડમાં વિકાસ (Vikas) ઉર્ફે રાજા (Raja) એ હથિયારો પૂરા પાડ્યા હતા. પોલીસ સતત રાજાને શોધી રહી હતી. ગતરાત્રે પોલીસ અથડામણમાં વિકાસ ઉર્ફે રાજુનું મૃત્યુ થયું હતું. પટના શહેરના માલ સલામી વિસ્તારમાં આ એન્કાઉટર થયું હતું. પોલીસને રાજા વિશે માહિતી મળતાં જ સ્થળ પર પહોંચી હતી. પોલીસની ખબર પડતાં જ રાજાએ નાસવાની કોશિશ કરી જેના જવાબમાં કરવામાં આવેલ એન્કાઉન્ટરમાં રાજા મૃત્યુ પામ્યો હતો.

મધરાત્રે એન્કાઉન્ટર

રાત્રે 02:45 કલાકે માલ સલામી પોલીસ સ્ટેશનથી 2 કિમી પશ્ચિમમાં પીર દમરિયા ઘાટ પાસે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં 29 વર્ષીય રાજાનું મોત થયું હતું. આ માહિતી મળતાં પટના શહેરના સબ-ડિવિઝનલ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી હતી. ઘટનાસ્થળેથી 1 પિસ્તોલ અને ગોળી મળી આવી છે. રાજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ  Bageshwar Dham: છતરપુરમાં ધાબાની છત પડી, મહિલાનું મોત તથા 10 લોકો ઘાયલ થયા

શૂટર ઉમેશ કુમાર ઝડપાયો

પટનાના આ ચકચારી હત્યાકાંડમાં પોલીસને રાજાના એન્કાઉન્ટર પહેલા શૂટરની ધરપકડમાં સફળતા મળી હતી. પટના શહેરમાંથી ઉમેશ કુમાર (Umesh Kumar) નામના શૂટરની ધરપકડ કરવામાં આવી હતી. જે આ સનસનાટીભર્યા હત્યામાં સામેલ મુખ્ય આરોપીઓમાંનો એક હોવાનું કહેવાય છે. આ પછી જ્યારે SIT ટીમે હત્યામાં સામેલ અન્ય લોકોની શોધ શરૂ કરી ત્યારે રાજાનું નામ બહાર આવ્યું. જેનું ગતરાત્રે એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ  PM Modi બ્રિક્સ સમિટ બાદ બ્રાઝિલિયા શહેર પહોંચ્યા, સંરક્ષણ મંત્રી મુસિયોએ કર્યુ સ્વાગત

Tags :
Gopal Khemka murder caseGujarat FirstGUJARAT FIRST NEWSMal Salami PatnaPatna industrialistpatna murder casePir Damaria Ghatpolice encounterRaja encountershooter Umesh KumarVikas alias RajaVikas killed
Next Article