Bihar : 100 લોકોના જમણવારમાં 200 લોકો તૂટી પડયા અને પછી થયા આવા હાલ
- Bihar મા એક લગ્નપ્રસંગમાં બની અનોખી ઘટના
- જમણ ખાતા જ પ્રસંગમાં મચી દોડધામ
- ભોજનમાં ભેળવી દીધી પેટ સાફ કરનારી વસ્તુ
- સોશિયલ મીડિયા પર વીડિયો ધૂમ મચાવી રહ્યો છે
- જાનૈયાઓના હાલત જોઈ લોકો આશ્ચર્યમાં
Bihar : બિહારમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર જાણ્યા પછી, તમે લગ્નમાં (merrege) હાજરી આપતા પહેલા દસ વાર વિચારશો. હકીકતમાં, બિહારમાં એક કન્યાના પિતાએ 100 મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. પરંતુ થયું એવું કે વરરાજા પક્ષના 200 લોકો કોઈ પણ આમંત્રણ વિના પહોંચી જતા વ્યસ્થામાં ગોટાળો ઉભાળો થઈ ગયો હતો. આગળ જે થયું તે ખરેખર ચોંકાવનારું હતું. હવે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા (social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જમવામાં ભેળસેળ કરાઈ!
લગ્નનમાં 100 લોકોના આમંત્રણની સામે 200 લોકો આવી જતા કન્યાના પિતા એટલા ગુસ્સે થઈ ગયા કે તેમણે જમવામાં જમલગોટા (પેટ સાફ કરનારી મજબૂત વસ્તુ) ભેળવી દીધી. ત્યારબાદ સંપૂર્ણ અરાજકતા સર્જાઈ ગઈ અને લોકો ખેતરો તરફ દોડવા લાગ્યા હતા . જમણ કર્યા બાદ થોડા જ સમયમાં બારાતીઓની હાલત ખરાબ થવા લાગી અને પ્રસંગ સ્થળે દોડધામ મચી ગઈ. ઘણા લોકો ખેતરો તરફ દોડવા લાગ્યા તો કેટલાક પાણી શોધવા માટે નીકળી રહ્યાં હતા.
Bihar : વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં લોકો ગભરાટમાં દોડતા અને અરાજકતા સર્જાતી જોવા મળે છે. આ અનોખી ઘટનાએ ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે અને લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટનાને “ફ્રીના જમણની સજા” કહી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે આમંત્રણ વગર વધુ લોકો લઈ જવું ખોટું છે. જોકે, આ સમગ્ર મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો : Chandranath Rath Murder કેસમાં UPથી ઝડપાયા 3 શાર્પશૂટર્સ, આજે કોર્ટમાં કરાશે રજૂ


