ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar : ચૂંટણી પંચે તેજસ્વી યાદવના દાવાને 'ભ્રામક અને તથ્યહીન' કેમ ગણાવ્યા?

બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ જિલ્લા વહીવટીતંત્રેએ તેજસ્વી યાદવને આપ્યું  અલ્ટીમેટમ  વાસ્તવમાં આ મામલો બીજા EPIC નંબર સાથે સંબંધિત Bihar Assembly Election : બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ સર્જાઇ શકે છે. ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્રે (Bihar...
09:52 PM Aug 08, 2025 IST | Hiren Dave
બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ જિલ્લા વહીવટીતંત્રેએ તેજસ્વી યાદવને આપ્યું  અલ્ટીમેટમ  વાસ્તવમાં આ મામલો બીજા EPIC નંબર સાથે સંબંધિત Bihar Assembly Election : બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ સર્જાઇ શકે છે. ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્રે (Bihar...
bihar sir Election Commission

Bihar Assembly Election : બિહારના રાજકારણમાં ફરી એકવાર મોટો વિવાદ સર્જાઇ શકે છે. ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્રે (Bihar Assembly Election)વિપક્ષના નેતા તેજસ્વી યાદવને અલ્ટીમેટમ આપ્યું છે. ચૂંટણી પંચ અને જિલ્લા વહીવટીતંત્રે કહ્યું છે કે, તેજસ્વી યાદવે તેમનું બીજું મતદાર ઓળખપત્ર જમા કરાવવું જોઈએ.વાસ્તવમાં આ મામલો બીજા EPIC નંબર સાથે સંબંધિત છે ત્યારે અધિકારીએ ગયા અઠવાડિયે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને મતદાર ઓળખપત્ર સત્તાવાર રીતે જારી ન હોવા છતાં હોવાનો દાવો કર્યો હતો, જે તપાસ માટે આત્મસમર્પણ કરવા વિનંતી કરી હતી.

ચૂંટણી પંચની ચેતાવણી (Bihar Assembly Election)

તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે,મતદાર યાદીમાં તેમનું નામ જ નથી અને સાથે EPIC નંબર RAB2916120 પણ બતાવ્યો હતો. પરંતુ તપાસ બાદ જિલ્લા વહીવટીતંત્રે આ EPIC નંબરને નકલી જાહેર કર્યો છે.જિલ્લા વહીવટીતંત્રની તપાસમાં બહાર આવ્યું છે કે આ EPIC નંબર ચૂંટણી પંચ કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ક્યારેય જારી કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ નંબરનો રેકોર્ડ કોઈપણ સરકારી ડેટાબેઝમાં હાજર નથી. જિલ્લા વહીવટીતંત્રે ફરી એકવાર તેજસ્વી યાદવને નોટિસ મોકલીને 16 ઓગસ્ટના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં સંબંધિત કચેરીમાં આ EPIC નંબર ધરાવતું મતદાર ઓળખપત્ર સબમિટ કરવા આદેશ આપ્યા છે. અને સાથે જ ચેતવણી પણ આપી છે કે, નકલી મતદાર ઓળખપત્ર બનાવવું અને તેનો ઉપયોગ કરવો એ કાયદેસર ગુનો છે. જેના માટે કડક કાર્યવાહી થઈ શકે છે.

આ પણ  વાંચો -India Russia : બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત

તેજસ્વી યાદવે આ આરોપ લગાવ્યો હતો (Bihar Assembly Election)

યાદવે 2 ઓગસ્ટના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ તૈયાર કરાયેલા ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમના મતદાર ID (EPIC) નંબરની તપાસ કર્યા પછી, 'કોઈ રેકોર્ડ' મળ્યો નથી. જ્યારે પટણા જિલ્લા વહીવટીતંત્રે આ દાવાને નકારી કાઢ્યો, ત્યારે યાદવે આરોપ લગાવ્યો કે તેમનો મતદાર ID (EPIC) નંબર 'બદલવામાં આવ્યો' છે.

આ પણ  વાંચો -West Bengal: મમતા સરકારે ચૂંટણી પંચ પાસે માંગ્યો 2 વર્ષનો સમય

તેજસ્વી યાદવ પર બે મતદાર ID કાર્ડ હોવાનો આરોપ લગાવ્યો હતો

બાદમાં, યાદવે સ્વીકાર્યું કે તેમની પાસે અધિકારીઓ દ્વારા જણાવેલ મતદાર ID (EPIC) નંબર સાથેનું મતદાર ID કાર્ડ હતું, પરંતુ તેમણે અધિકારીઓ પર તેમના નામે બે મતદાર ID કાર્ડ જારી કરવાનો આરોપ લગાવ્યો. તેજસ્વી યાદવના આરોપ પછી, બિહારનું રાજકારણ ગરમાયું હતું અને ભાજપના નેતાઓએ તેજસ્વી યાદવ પર બે મતદાર ID કાર્ડ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તે પછી તેજસ્વી યાદવને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેજસ્વી યાદવે તેનો કોઈ જવાબ આપ્યો ન હતો.

Tags :
BiharBihar Assembly election 2025Bihar Electionbihar sir Election CommissionTejashwi Yadav
Next Article