Bihar ને મળશે મોટી ભેટ, આ છ નવા શહેરોમાં બનશે એરપોર્ટ
- કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય
- બિહારના છ નવા શહેરોમાં એરપોર્ટ બનશે
- 150 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે
Bihar : આજે કેબિનેટની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છ નવા શહેરોમાં એરપોર્ટ બનાવવા માટે એક મહત્વના એમઓયુ કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી બિહારના 6 શહેર મધુબની, વીરપુર, મુંગેર, વાલ્મિકીનગર, મુજફ્ફરપુર અને સહરસાને હવાઈ સુવિધા મળશે. આ એમઓયુ ભારતીય વિમાનપતન પ્રાધિકરણ, નવી દિલ્હી અને બિહાર રાજ્ય વચ્ચે થયો છે. જેનાથી શહેરનો વિકાસ ખુબ ઝડપથી થશે. બિહારના છ શહેરમાં નવા એરપોર્ટ બનાવવા માટે સરકારે શરુઆતના તબક્કામાં 25 કરોડ રુપિયા પ્રતિ એરપોર્ટ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે કુલ મળીને 150 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
ક્યાં ક્યાં બની રહ્યા છે એરપોર્ટ?
હાલના દિવસોમાં બિહારના ઘણા શહેરોમાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. જેનાથી રાજ્યની એર કનેક્ટિવીટીમાં મોટો સુધારો થવાની આશા છે. આ પહેલા બજેટ 2025-26માં રાજગીર, ભાગલપુર, સિવાન અને રક્સોલમાં એરપોર્ટના વિકાસના કાર્યોને મંજૂરી મળી હતી. જેમાં રાજગીરમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ અને રક્સોલમાં બ્રાઉનફિલ્ડ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ સાથે જ બિહટામાં બીજા સિવિલ એન્કલેવને પણ મંજૂરી આપવામાં આવી છે. જે પટના એરપોર્ટની ભીડને ઓછી કરી દેશે. આ પગલુ બિહારના દુરના વિસ્તારોને હવાઈ સુવિધા સાથે જોડવા અને તેના આર્થિક વિકાસને વેગ આપવા માટે છે.
આ પણ વાંચો -Maharashtra: મુંબઈમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ!
કેબિનેટે ચણા, સરસવ અને મસૂર માટે MSP નક્કી કર્યું
સિદ્ધાર્થે જણાવ્યું હતું કે કેબિનેટે ચણા માટે 5650 રૂપિયા, સરસવ માટે 5950 રૂપિયા અને મસૂર માટે 6700 રૂપિયાનો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પણ નક્કી કર્યો છે. ખાસ સહાયક પોલીસ (SAP) માં ભરતી થયેલા 1717 નિવૃત્ત લશ્કરી કર્મચારીઓનો કરાર 2025-26 સુધી લંબાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટે સરકારી શાળાઓ અને પુસ્તકાલયોમાં કારકુનો અને ગ્રંથપાલોની ભરતી માટે માર્ગદર્શિકાને પણ મંજૂરી આપી હતી. "નવા નિયમો હેઠળ, શિક્ષણ વિભાગમાં કારકુનીની 50 ટકા જગ્યાઓ હવે કરુણાપૂર્ણ નિમણૂક દ્વારા ભરવામાં આવશે, જ્યારે બાકીના 50 ટકા સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે," અધિકારીએ જણાવ્યું હતું.