Ranchi એરપોર્ટ પર વિમાન સાથે અથડાયું પક્ષી, 175 મુસાફરોના જીવ અધ્ધર
- ઝારખંડની રાજધાની રાંચીમાં એક મોટી દુર્ઘટના ટળી
- Indigo flightમાં એક પક્ષી અથડાયું
- રાંચી એરપોર્ટ ઇમરજન્સી લેન્ડ કરાયું
Ranchi : ઝારખંડની રાજધાની રાંચીમાં એક મોટી દુર્ઘટના ટળી હતી. પટનાથી રાંચી આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ (Indigo flight)સાથે એક પક્ષી (Bird Hit)અથડાયું હતું. ફ્લાઇટ નંબર 6E 6152 રાંચી એરપોર્ટ પર લેન્ડ (Emergency Landing)થવા જતી હતી ત્યારે એક પક્ષી વિમાન સાથે અથડાયું હતું. જોકે, આ અકસ્માતમાં તમામ મુસાફરો સુરક્ષિત છે.
ફ્લાઇટમાં સવાર 175 મુસાફરોના જીવ અધ્ધર
આ ઘટના ત્યારે બની જ્યારે ફ્લાઇટ રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી. પક્ષી વિમાનના આગળના ભાગ સાથે અથડાયું હતું. ત્યાર બાદ પાયલોટે વિમાનને રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. આ ફ્લાઇટમાં કુલ 175 મુસાફરો હતા તમામના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ઘટના બાદ કોઈ મુસાફરને ઈજા થઈ નથી અને બધા સુરક્ષિત છે. મુસાફરોને તાત્કાલિક એરપોર્ટ ટર્મિનલ પર મોકલવામાં આવ્યા હતા અને વિમાનની તપાસ શરૂ કરવામાં આવી હતી.
STORY | IndiGo flight suffers bird hit, makes emergency landing at Ranchi airport, passengers safe: Official
READ: https://t.co/UhC7cOGFoP pic.twitter.com/L7CIeanFPR
— Press Trust of India (@PTI_News) June 2, 2025
આ પણ વાંચો-sikkim Landslide :સિક્કિમમાં આર્મી કેમ્પ ખાતે ભૂસ્ખલન,ત્રણ જવાન શાહિદ 6 ગુમ
વિમાનના કેટલાક ભાગોને નુકસાન
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પક્ષી અથડાવાના કારણે એરબસ 320 વિમાનને નુકસાન થયું છે અને વિમાનના કેટલાક ભાગોને નુકસાન થયું છે. પક્ષી અથડાવાની માહિતી મળતા જ એરપોર્ટ ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં ઇજનેરો નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. આ ઘટના બપોરે 1.14 આસપાસ બની હતી. અધિકારીએ કહ્યું હતું કે રાંચી આવી રહેલું વિમાન કોલકાતા જઈ રહ્યું હતું.
આ પણ વાંચો-Northeast Flood and Landslides: અત્યાર સુધી 34ના મોત, તૂટ્યો 132 વર્ષનો રેકોર્ડ
વિમાનની તપાસ શરૂ
જોકે, સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની ટીમે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પક્ષી વિમાનના આગળના ભાગ પર અથડાયું હતું ત્યારબાદ પાયલોટે વિમાનને રનવે પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું હતું. જોકે થોડા સમય માટે વિમાનમાં સવાર લોકોમાં ગભરાટનું વાતાવરણ હતું પરંતુ પાઇલટની સમજદારીને કારણે બધા સુરક્ષિત છે.