ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

BJD VK Pandian: ઓડિશામાં BJD ની હારને કારણે VK Pandian એ રાજનીતિમાંથી લીધો સન્યાસ

BJD VK Pandian: Odisha માં બીજુ જનતા દળ (BJD) ની હાર બાદ નવીન પટનાયકના નજીકના સાથી VK Pandian એ રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. પાંડિયનની રાજનીતિમાંથી નિવૃત્તિ એવા સમયે આવી છે, જ્યારે BJD 24 વર્ષ બાદ રાજ્યમાં સત્તામાંથી બહાર થઈ...
05:25 PM Jun 09, 2024 IST | Aviraj Bagda
BJD VK Pandian: Odisha માં બીજુ જનતા દળ (BJD) ની હાર બાદ નવીન પટનાયકના નજીકના સાથી VK Pandian એ રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. પાંડિયનની રાજનીતિમાંથી નિવૃત્તિ એવા સમયે આવી છે, જ્યારે BJD 24 વર્ષ બાદ રાજ્યમાં સત્તામાંથી બહાર થઈ...
VK Pandian has now announced his retirement from politics

BJD VK Pandian: Odisha માં બીજુ જનતા દળ (BJD) ની હાર બાદ નવીન પટનાયકના નજીકના સાથી VK Pandian એ રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. પાંડિયનની રાજનીતિમાંથી નિવૃત્તિ એવા સમયે આવી છે, જ્યારે BJD 24 વર્ષ બાદ રાજ્યમાં સત્તામાંથી બહાર થઈ છે. જોકે એક દિવસ પહેલા જ Odisha ના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે પાંડિયનના ખૂબ વખાણ કર્યા હતા.

ત્યારે તેમણે કહ્યું હતું કે તેમણે એક અધિકારી તરીકે ખૂબ સારું કામ કર્યું છે. Pandian એ રાજ્યની જનતાને બેવાર કુદરતી આફતોથી બચાવ્યા હતા. તે ઉપરાંત તેમણે કોવિડ 19 ના સમય દરમિયાન તેમણે ખૂબ સારું કામ કર્યું. Odisha વિધાનસભા ચૂંટણીમાં પાંડિયન વિપક્ષના શાબ્દિક પ્રહારોનો સામનો કરવો પડ્યો હતો.

Pandian એ હવે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી

2000 બેચના ભૂતપૂર્વ IAS અધિકારી વીકે પાંડિયન VRS સાથે રાજકારણમાં પ્રવેશ્યા હતા. 2019 માં જ્યારે BJD એ રાજ્યની સત્તાની કમાન સંભાળી હતી. ત્યારે પાંડિયનની તેમાં મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવતું હતું. 2024 ની ચૂંટણી પહેલા વિપક્ષ દ્વારા તેમને સુપર સીએમ તરીકે વર્ણવવામાં આવ્યા હતા. ત્યારે BJD ના મુખ્ય પ્રચારક અને ચૂંટણી વ્યૂહરચનાકાર બનેલા Pandian એ હવે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

Pandian પર ખોટા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા

Pandian એ પોતાના વીડિયોના માધ્યમથી સંદેશ આપ્યો છે કે, તેઓ નવીન બાબુને સમર્થન આપવા માટે જ રાજનીતિમાં આવ્યા છે. તેઓ BJP જનતા દળ સાથે જોડાયેલા લાખો લોકોનો આભાર માને છે. Pandian પર ખોટા અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. Pandian એ એમ પણ કહ્યું કે જો તેણે ક્યારેય કોઈ ભૂલ કરી હોય, તો કૃપા કરીને તેને માફ કરો. તો આ વખતે Odisha માં પહેલીવાર BJP સરકાર બનાવી રહી છે. BJP ને પોતાના દમ પર બહુમતી મળી છે. પાર્ટીએ 78 સીટો જીતી છે. કોંગ્રેસે ચૂંટણીમાં 14 બેઠકો જીતી હતી. Odisha વિધાનસભામાં કુલ બેઠકોની સંખ્યા 147 છે.

આ પણ વાંચો: Modi 3.0 Cabinet Ministers: Modi 3.0 ના કેબિનેટ મંત્રી મંડળમાં બિહાર અને UP ના સાંસદો રમાયો દાવ!

Tags :
BJD VK Pandian
Next Article