MP Election 2023: મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, આ દિગ્ગજો મેદાને ઉતાર્યા
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં યોજાનારી વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ દરેક પક્ષ માટે ખુબ મહત્વની છે. કારણકે, વિધાનસભાની જીતએ લોકસભાનો રસ્તો સરળ કરશે. આ બાબતને ધ્યાનમાં લઈને જ મધ્યપ્રદેશના મેદાન-એ-જંગમાં એટલેકે, મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મહારથીઓને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. મધ્યપ્રદેશમાં ભાજપે આજે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં દિગ્ગજોના નામ જોઈને તમે પણ હેરાન રહી જશે.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 39 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. બીજી યાદીમાં ભાજપે દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. નરેન્દ્ર સિંહ તોમર, ફગ્ગન સિંહ કુલસ્તે...સહિત કુલ 3 કેન્દ્રીય મંત્રીઓ સહિત 6 સાંસદો ભાજપમાં વિધાનસભાની ચૂંટણી લડશે. 39 વિધાનસભા બેઠકો માટે જાહેર કરાયેલા ઉમેદવારોમાં કૈલાશ વિજયવર્ગીયને પણ ટિકિટ આપવામાં આવી છે.
PM મોદીની અધ્યક્ષતામાં બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મધ્યપ્રદેશની તે બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી, જે 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મોટા માર્જિનથી હારી હતી અથવા જે બેઠકો ભાજપ ક્યારેય જીતી શકી નથી. સૂત્રોનું માનીએ તો તેમાં છબુઆ, છરપુર અને ચિત્રકૂટ સહિત કુલ 39 સીટોનો સમાવેશ થાય છે.
મધ્યપ્રદેશમાં 15 મહિનામાં કોંગ્રેસની સરકાર પડી
2018ની મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 114 બેઠકો મળી હતી, જે 230 સભ્યોની વિધાનસભામાં બહુમતી કરતા બે ઓછી છે. તે જ સમયે ભાજપને 109 બેઠકો મળી હતી. બસપાને બે બેઠકો મળી હતી જ્યારે અન્યને પાંચ બેઠકો મળી હતી. ત્યારબાદ કોંગ્રેસે BSP, SP અને અન્યોના સમર્થનથી સરકાર બનાવી અને 15 વર્ષ બાદ રાજ્યમાં સત્તા પર આવી. કમલનાથે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.કોંગ્રેસની સરકાર ડિસેમ્બર 2018થી માર્ચ 2020 સુધી ચાલી હતી. પરંતુ 15 મહિના પૂરા થતાં જ કમલનાથ સરકારની સત્તા પરથી વિદાય નક્કી થઈ ગઈ અને ઘણા ધારાસભ્યો ભાજપમાં જોડાયા અને પછી ભાજપ સત્તામાં પાછી આવી. શિવરાજ સિંહ ચૌહાણ ફરી મુખ્યમંત્રી બન્યા.
જાણવા મળે છે કે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક 13 સપ્ટેમ્બરે યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપની બીજી યાદીને લીલી ઝંડી આપવામાં આવી હતી. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ અને ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો -ભેદભાવ વગર કેન્દ્ર સરકારની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચાડવી એ જ સાચી બિનસાંપ્રદાયિકતાઃ PM મોદી